Get The App

CBSE ધો.10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ ટૂંક સમયમાં જાહેર થશે, આ તારીખથી પરીક્ષા શરુ થવાની ધારણા

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
CBSE ધો.10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ ટૂંક સમયમાં જાહેર થશે, આ તારીખથી પરીક્ષા શરુ થવાની ધારણા 1 - image

CBSE Class 10-12 Board Exams Time Table : આગામી વર્ષ 2025માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધુ સારા પ્રદર્શન માટેની તૈયારીમાં વ્યસ્ત છે. આ સાથે તેઓ પરીક્ષાના ટાઇમ ટેબલની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓ પરીક્ષાની તારીખોની વિષયવાર માહિતી જાણી શકે. ત્યારે એક અહેવાલ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આ મહિનાના અંતમાં અથવા ડિસેમ્બર 2024ના મહિનામાં ધોરણ 10 અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવી શકે છે.

આ તારીખે શરુ થઈ શકે છે પરીક્ષા 

અહીં તમને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર CBSE 15 ફેબ્રુઆરી 2025થી બંને ધોરણો માટે લેખિત પરીક્ષાઓ શરુ કરી શકે છે. ગયા વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ 2024 દરમિયાન લેવામાં આવી હતી. 

પરીક્ષામાં બેસવા માટે 75 ટકા હાજરી જરૂરી

CBSE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે 44 લાખથી વધુ વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલ અને ઇન્ટરમીડિયેટ બંને વર્ગોમાં પ્રવેશ મેળવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ભાગ લઈ શકશે. પરંતુ તેમની શાળામાં હાજરી 75 ટકાથી ઓછી ન હોવી જોઈએ. તાજેતરમાં CBSEએ 75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાની જાહેરાત કરી હતી. જો કે, ખાસ સંજોગો અને મેડિકલ ઇમરજન્સીના કારણે તેમને આમાં છૂટ આપવામાં આવશે.

તમામ પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે

છેતરપિંડી મુક્ત પરીક્ષાઓ યોજવા માટે CBSE દ્વારા તમામ પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ સીસીટીવીને કન્ટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે જેથી કરીને પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થઈ શકે.

CBSE ધો.10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ ટૂંક સમયમાં જાહેર થશે, આ તારીખથી પરીક્ષા શરુ થવાની ધારણા 2 - image


Google NewsGoogle News