CBSE સેન્ટ્રલ સેક્ટર સ્કૉલરશિપ માટે અરજી પ્રક્રિયા શરૂ, આવી રીતે ભરો ફૉર્મ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC)એ કોલેજ અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ (CSSS) દ્વારા ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે
તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર
CBSE Central Sector Scholarship 2023-24: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કોલેજ અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ (CSSS) માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો આ સ્કોલરશિપ માટે અરજી કરવા ઈચ્છતા હોય તેમણે અધિકૃત વેબસાઈટ Scholars.gov.in દ્વારા ફોર્મ જમા કરાવી શકશે. તમને જણાવી દઈએ કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.
જે ઉમેદવારો આ સ્કીમમાં અરજી કરવા માંગતા હોય તેમણે ઓનલાઈન અરજી તેના નિર્ધારિત સમય પહેલા ભરીને સબમિટ કરવાનું રહેશે. આ સાથે અરજી ફોર્મ ભરતી વખતે જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ખોટા કે અવ્યસ્થિત ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તેવા ઇમેદવારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે.
કોણ કરી શકે છે આ સ્કોલરશિપ માટે અરજી
- જે વિદ્યાર્થીઓ ધોરણ 12 માં 80 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા હોય તેવો અરજી કરી શકે છે.
- સમગ્ર પરિવારની વાર્ષિક આવક 4.5 લાખ રુપિયાથી વધારે ન હોવી જોઈએ
- શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ સ્કોલરશિપ માટે અરજી કરેલી ન હોવી જોઈએ.
આ સ્ટેપ્સને ફોલો કરી સ્કોલરશિપ માટે અરજી કરો
સ્ટેપ 1. સૌથી પહેલા ઉમેદવારોને NSP ની અધિકૃત વેબસાઈટ Scholarships.gov.in પર જવાનુ રહેશે.
સ્ટેપ 2. હવે હોમ પેજ પર CBSE CSSS સ્કોલરશિપ યોજના 2023 ની લિંક ઓપન કરવી
સ્ટેપ 3. એક નવી વિન્ડો ખુલશે, જેમા માંગેલી માહિતી ભરો
સ્ટેપ 4. સુચના અનુસાર ફોર્મ ભરો અને ત્યાર બાદ અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.