સંપૂર્ણ રીતે બદલાઈ ગયું CBSE બોર્ડનું પેપર, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ સેટ જાહેર, સમજો નવી માર્કિંગ સ્કીમ

જાહેર કરવામાં આવ્યો 16 વિષયોનો પ્રેક્ટીસ સેટ

CBSE બોર્ડ પરીક્ષા 2024નું પેપર કરતી વખતે નવી શિક્ષણ નીતિ 2020 ને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
સંપૂર્ણ રીતે બદલાઈ ગયું CBSE બોર્ડનું પેપર, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ સેટ જાહેર, સમજો નવી માર્કિંગ સ્કીમ 1 - image
Image CBSE  

તા.16 સપ્ટેમ્બર 2023, શનિવાર 

CBSE બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ સેટ જાહેર કર્યો છે. આ વર્ષે બોર્ડની પરિક્ષા પેટર્ન અને માર્કિંગ સ્કીમમાં ફેરફાર કર્યો છે. આવામાં વિદ્યાર્થીઓ માટે નવી પેટર્ન સમજવી ખૂબ જરુરી છે. તેના સિવાય બોર્ડની પરિક્ષામાં સારા માર્ક લાવવા મુશ્કેલ થઈ જશે. 

દેશ વિદેશના લાખો વિદ્યાર્થીો CBSE બોર્ડ પરીક્ષા 2024માં આપવાના છે. CBSE બોર્ડ દર વર્ષે  પેપર શરુ થાય તે પહેલા પેપર સેમ્પલ જાહેર કરી દેતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા વિશે અંદાજ આવી જાય કે આમાં કેવા પ્રકારના પ્રશ્નો પુછવામાં આવે છે. આ વર્ષે CBSE બોર્ડે પરીક્ષા પેટર્ન, માર્કિંગ સ્કીમ અને પેપર ફોર્મેટમાં ઘણો ફેરફાર કર્યો છે. 

જાહેર કરવામાં આવ્યો 16 વિષયોનો પ્રેક્ટીસ સેટ

CBSE બોર્ડે પોતાની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર 16 મુખ્ય વિષયોનું પ્રેકટીસ સેટ અપલોડ કર્યો છે. અત્યાર સુધી કેન્દ્રીય માધ્યમિક બોર્ડે માત્ર સેમ્પલ પેપર અને પ્રશ્ન પત્ર જાહેર કર્યુ હતું. પહેલીવાર પેપર પેટર્ન સમજવા માટે પ્રેક્ટીસ સેટ જાહેર કર્યો છે. 

કલરમાં હશે CBSE બોર્ડ પેપર

CBSE બોર્ડ પરીક્ષા  2024માં દરેક વિષયોના પ્રશ્ન પત્રના દરેક પેજ પર G20 નો લોગો જોવા મળશે. આ સિવાય પ્રશ્ન પત્રના રંગ પણ કલરફુલ જોવા મળશે. દરેક પ્રશ્નની સંખ્યાને રંગ આપવામાં આવ્યો છે. જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે જોઈ શકે.

સ્કિલ બેસ્ડ સવાલોની સંખ્યામાં કરવામાં આવ્યો વધારો 

CBSE બોર્ડ પરીક્ષા 2024નું પેપર કરતી વખતે નવી શિક્ષણ નીતિ 2020 ને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. જેમા કંપીટેંસી, કેસ આધારિત અને એબિલિટી આધારિત સવાલોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 



Google NewsGoogle News