Get The App

CBSE બોર્ડે આચાર્યો સહિત 15 લાખ શિક્ષકોનું વધાર્યું ટેન્શન, 2025માં દેશભરમાં લાગુ કરશે આ નિયમ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
CBSE બોર્ડે આચાર્યો સહિત 15 લાખ શિક્ષકોનું વધાર્યું ટેન્શન, 2025માં દેશભરમાં લાગુ કરશે આ નિયમ 1 - image

Training mandatory for teachers in CBSE schools : CBSE શાળાઓમાં ભણાવતા શિક્ષકો પાસે B.Ed ડિગ્રી હોય છે. પરંતુ હવે આ પર્યાપ્ત રહેશે નહી. કારણ કે હવે શિક્ષકોને શિક્ષણ સંબંધિત દરેક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવા માટે CBSE બોર્ડ દ્વારા 50 કલાકની તાલીમ ફરજિયાત કરવામાં આવી છે. શાળાના આચાર્યથી લઈને પ્રાથમિક વર્ગના શિક્ષકોએ પણ આ તાલીમ લેવી પડશે. આ તાલીમ કાર્યક્રમ વર્ષ 2025માં શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં મોટા પાયે ચલાવવામાં આવશે. 

15 લાખ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે

હકીકતમાં CBSE બોર્ડ આવતા વર્ષે 'ટ્રેનિંગ ઇન્ટરવેન્શન ફ્રેમવર્ક એન્ડ સોલ્યુશન્સ' (TIFS) ફ્રેમવર્ક શરૂ કરવા જઈ રહી છે. જેમાં દેશભરની 30,000થી વધુ CBSE બોર્ડની શાળાઓને સામેલ કરવામાં આવશે. જેમાં 15 લાખ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. CBSE દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેનિંગ પોગ્રામ બધા જ શિક્ષકો માટે ફરજીયાત રહેશે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 (NEP)માં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલોપમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

શિક્ષકોની સાથે આ લોકોને પણ અપાશે ટ્રેનીંગ 

TIFS ટ્રેનિંગ પોગ્રામમાં પ્રાથમિક શિક્ષકો (ગ્રેડ 1 થી 5), પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો (ગ્રેડ 6 થી 8), અનુસ્નાતક શિક્ષકો (ગ્રેડ 9 થી 12), વાઇસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ, કાઉન્સેલર, સંયોજકો, લાઈબ્રેરીયન અને અન્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ પોગ્રામનો ઉદ્દેશ્ય શૈક્ષણિક વિષયોમાં શિક્ષકોની શિક્ષણ કૌશલ્યમાં સુધારો કરવાનો છે. બોર્ડનું કહેવું છે કે શિક્ષકોની તાલીમ નિયમિતપણે ચાલુ રહેશે. અહીં તમને જણાવી દઈએ કે દેશભરમાં લગભગ 30,000 શાળાઓ CBSE સાથે જોડાયેલી છે. જેમાં વિદેશની 25 શાળાઓનો પણ સમાવેશ થાય છે. તેમાં 1247 કેન્દ્રીય વિદ્યાલયો, 5280 સરકારી/ગ્રાન્ટેડ શાળાઓ અને લગભગ 22408 સ્વતંત્ર શાળાઓનો સમાવેશ થાય છે.

બોર્ડ આ વિષયો માટે આપશે ટ્રેનિંગ 

CBSE બોર્ડ દ્વારા જે ટ્રેનિંગ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 50 થી વધુ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તે વિષયોમાં વેલનેસ, ક્લાસરૂમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કરિયર કાઉન્સેલિંગ, મૂલ્ય આધારિત શિક્ષણ, સ્ત્રી-પુરુષ સમાનતા(Gender equality) સહિતના ઘણાં વિષયોનો સમાવેશ થાય છે. આ ટ્રેનિંગમાં શિક્ષકોને જણાવવામાં આવશે કે તેઓ કેવી રીતે વર્ગખંડનું વાતાવરણ વધુ સારું અને શ્રેષ્ઠ બનાવી શકે છે. વિદ્યાર્થીઓના યોગ્ય વિકાસ માટે મહત્ત્વની બાબતો શું છે? જેથી કરીને શિક્ષકો આવી તમામ માહિતી મેળવી શકે અને શિક્ષકોની પ્રતિભામાં પણ સુધારો થશે.CBSE બોર્ડે આચાર્યો સહિત 15 લાખ શિક્ષકોનું વધાર્યું ટેન્શન, 2025માં દેશભરમાં લાગુ કરશે આ નિયમ 2 - image



Google NewsGoogle News