CBSEએ જાહેર કરી ધો.10-12ની માર્કિંગ સ્કીમ, અહીંથી મેળવી લો મહત્વની માહિતી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
CBSEએ જાહેર કરી ધો.10-12ની માર્કિંગ સ્કીમ, અહીંથી મેળવી લો મહત્વની માહિતી 1 - image


                                                     Image Source: Wikipedia

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર 2023 મંગળવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ-10 અને 12ની પરીક્ષા 2024 માટે માર્કિંગ સ્કીમની જાહેરાત કરી દીધી છે. આ માર્કિંગ સ્કીમ થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષા બંને માટે જાહેર થઈ છે. સીબીએસઈની વેબસાઈટ પર આને ચેક કરી શકાશે. સાથે જ સીબીએસઈએ આ બાબત અંગે સ્કુલો માટે નોટિસ પણ જાહેર કરી છે. સ્કીમ અનુસાર સીબીએસઈના તમામ વિષયના પેપરોને મેક્સિમમ 100 માર્ક્સ એલોટ કરવામાં આવ્યા છે. તેમાંથી જ થિયરી, પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને ઈન્ટરનલ પરીક્ષાને અલગ-અલગ માર્ક્સ આપવામાં આવશે. 

નોટિસમાં શું લખ્યુ છે

સીબીએસઈએ આ બાબતે નોટિસ જારી કરી છે. જેમાં પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ/ઈન્ટરનલ પરીક્ષાના માર્ક્સ અપલોડ કરતી વખતે સ્કુલો દ્વારા ભૂલો થઈ રહી છે. સ્કૂલોને પ્રેક્ટિકલ/પ્રોજેક્ટ/ઈન્ટરનલ પરીક્ષાઓના સફળ સંચાલનમાં મદદ કરવા માટે અને થિયરી પરીક્ષાના આયોજન માટે દસમા અને બારમાના વિષયોની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ સાથે જ જરૂરી જાણકારીઓ માટે સર્ક્યુલર પણ અરેન્જ કરવામાં આવ્યુ છે. 

આટલા વિષયો માટે થઈ છે જાહેરાત

સીબીએસઈની આ માર્કિંગ સ્કીમ દસમા અને બારમા બંને માટે જાહેર થઈ છે. દસમાના 83 વિષય અને 12માંના 121 વિષયો માટે આ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. દસમાના વિષય જેમ કે મ્યૂઝિક, પેઈન્ટિંગ, કોમ્પ્યૂટર વગેરેની પ્રેક્ટિકલ પરીક્ષા 50 માર્ક્સની હશે. ઈંગ્લિશ, હિંદી, ગણિત, સાયન્સ અને સોશિયલ સાયન્સના ઈન્ટરનલ પરીક્ષાના માર્ક્સ 20 નક્કી કરવામાં આવ્યા છે.

ધોરણ-12માં જીયોગ્રાફી, સાઈકોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બાયોટેક્નોલોજીમાં પ્રેક્ટિકલ 30 માર્ક્સની છે. પેઈન્ટિંગ, ગ્રાફિક્સ, ડાન્સ, હોમ સાયન્સમાં 50 માર્ક્સની પ્રેક્ટિકલ હશે. 


Google NewsGoogle News