દિલ્હી કોચિંગ દુર્ઘટના CBIને સોંપાઈ : HCએ પોલીસને ઝાટકી, કહ્યું- આભાર કે તમે પાણીનો મેમો ન ફાડ્યો
Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે આજે ( જૂના રાજેન્દ્ર નગરમાં IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓના મોતને લઈને પોલીસને સખત ઠપકો આપ્યો હતો અને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચ જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે હવે વધુ તપાસ CBIને કરવાનો આદેશ પણ આપ્યો છે.
આભાર કે ભોંયરામાં પાણીના પ્રવેશ પર તમે મેમો ન ફાડ્યો
સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની પદ્ધતિ પર પોલીસને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે દિલ્હી પોલીસના વકીલને કહ્યું હતું કે 'આભાર કે ભોંયરામાં પાણીના પ્રવેશ પર મેમો ન ફાડ્યો.' આ ઉપરાંત કોર્ટ વિદ્યાર્થીઓના મૃત્યુના સંબંધમાં પોલીસ દ્વારા એક SUV ડ્રાઈવરની ધરપકડનો ઉલ્લેખ કરી રહી હતી, જેના પર વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર વધુ ઝડપે વાહન ચલાવવાનો આરોપ હતો. આરોપ હતો કે વાહન પસાર થવાને કારણે પાણી વધારે ભરાઈ ગયુ હતું અને દરવાજા તૂટી ગયા હતા જેના કારણે બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા.
અમારે તમને બતાવવું પડશે કામ કઈ રીતે થાય?: કોર્ટ
નોંધનીય છે કે આ કેસમાં દિલ્હી પોલીસે એક કાર ચાલક સામે કાર્યવાહી કરી છે, પોલીસે તર્ક આપ્યો હતો કે યુવક કાર લઈને નીકળ્યો તેના કારણે રસ્તા પર ભરાયેલું પાણી ગેટ તોડીને બેઝમેન્ટમાં ઘૂસ્યું હતું. જોકે પોલીસ દ્વારા આરોપ હટાવાયા બાદ યુવકને જામીન પર છોડવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટે પૂછ્યું કે બિલ્ડિંગ પરમીશન કોણે આપી હતી તો? તો પોલીસ પાસે તેનો પણ કોઈ જવાબ નહોતો.
જવાબ સાંભળીને કોર્ટે ફટકાર લગાવતા કહ્યું હતું, કે 'તમે તો એ રીતે વાત કરો છો જાણે તમારી પાસે કોઈ પાવર જ ન હોય. તમે પોલીસ છોડ. તમને બધી માહિતી મળશે. MCDની ઓફિસથી ફાઈલો જપ્ત કરી શકો છો. અમારે તમને બતાવવું પડશે કે કામ કઈ રીતે કઢાવાય? તમારા અધિકારીને ખબર હોવી જોઈએ કે આ આવા કામ કઈ રીતે થાય. કોઈ અધિકારી સામેથી એવીને થોડી કબૂલાત કરશે!'