સીબીઆઇએ વિશાખાપટ્ટનમમાં કરોડો રૂપિયાનું 25 હજાર કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
સીબીઆઇએ વિશાખાપટ્ટનમમાં કરોડો રૂપિયાનું 25 હજાર કિલો ડ્રગ્સ જપ્ત કર્યુ 1 - image


- ઇન્ટરપોલની માહિતીની આધારે સીબીઆઇનુંં ઓપરેશન

- કન્ટેનર વિશાખાપટ્ટનમાં ડિલિવરી કરવા માટે સેન્ટોસ પોર્ટ, બ્રાઝિલમાંથી બુક કરાયું 

નવી દિલ્હી : સીબીઆઇએ ઇન્ટરપોલથી મળેલી માહિતીને આધારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ પોર્ટ પર એક જહાજમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર કન્ટેનર વિશાખાપટ્ટનમાં ડિલિવરી કરવા માટે સેન્ટોસ પોર્ટ, બ્રાઝિલમાંથી બુક કરવામાં આવ્યું હતું. આ કન્ટેનર વિશાખાપટ્ટનમ સ્થિત ખાનગી કંપનીના નામે બુક કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જહાજમાંથી ૨૫ કિલોગ્રામંની એક એવી ૧૦૦૦ બેગ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બેગમાં સૂકા ખમીરની સાથે કોકેઇન ભેળવવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બેગમાં માદક પદાર્થોના કુલ જથ્થો કેટલો છે તેની તપાસ ચાલી રહી છે. ઓપરેશન ગરુડા હેઠળ ઇન્ટરપોલે આપેલી માહિતીને આધારે સીબીઆઇએ કસ્ટમ અધિકારીઓની  મદદ લઇને ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. 

સીબીઆઇ પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આખો કન્સાઇનમેન્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે તથા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. 

તેમણે વધુમાં જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં ડ્રગ્સની હેરાફેરીમાં મોટા પાયે ક્રિમિનલ નેટવર્કની સંડોવણીની શક્યતા છે. ભૂતાકળમાં પણ ઇન્ટરપોલની માહિતીની આધારે સીબીઆઇએ ઓપરેશન પાર પાડયું હતું અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


Google NewsGoogle News