જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ કેસમાં કાર્યવાહી
સત્યપાલ મલિક દ્વારા કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો
CBI Raid On Satyapal Malik: સીબીઆઈએ આજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં રૂપિયા 2,200 કરોડના ભ્રષ્ટાચાર મામલે દિલ્હીમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
હું ખેડૂતનો દીકરો છું, આ દરોડાથી ડરતો નથી: સત્યપાલ મલિક
પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, છેલ્લા 3-4 દિવસથી હું બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં સરમુખત્યાર દ્વારા સરકારી એજન્સીઓ દ્વારા મારા ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મારા ડ્રાઇવર અને મારા આસિસ્ટન્ટને પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને હેરાન કરવામાં આવી રહ્યા છે. હું ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરતો નથી. હું ખેડૂતોની સાથે છું.'
મને 300 કરોડની લાંચની ઓફર કરાઈ હતીઃ સત્યપાલ મલિક
23મી ઓગસ્ટ 2018 અને 30મી ઓક્ટોબર, 2019 વચ્ચે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે,'મને બે ફાઈલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.' ત્યારબાદ સીબીઆઈએ 2023માં કેસ નોંધ્યો હતો.