Get The App

યુકો બેંકમાં 820 કરોડના કૌભાંડથી હોબાળો, સીબીઆઈના 67 સ્થળે દરોડા, 43 ડિવાઈસ જપ્ત

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
યુકો બેંકમાં 820 કરોડના કૌભાંડથી હોબાળો, સીબીઆઈના 67 સ્થળે દરોડા, 43 ડિવાઈસ જપ્ત 1 - image


UCO Bank Scam: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આર્થિક અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મામલે બે રાજ્યોમાં એક સાથે 67 સ્થળોએ પર દરોડા પાડ્યા છે. અંદાજે 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS (ઈમિડેટ પેમેન્ટ સર્વિસ) ટ્રાન્ઝેક્શન સંબંધિત આ મામલામાં યુકો બેંકના કેટલાક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈએ આ સ્થળોએથી ઘણાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને 43 ડિવાઈસ જપ્ત કર્યા છે. 

સીબીઆઈના રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દરોડા 

સીબીઆઈ દ્વારા બુધવારે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS ટ્રાન્ઝેક્શન અંગે દરોડા દરમિયાન 43 ડિવાઈસ સાથે યુકો બેંક અને IDFC સંબંધિત લગભગ 130 દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 40 મોબાઈલ ફોન, 2 હાર્ડ ડિસ્ક અને 1 ઈન્ટરનેટ ડોંગલ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વ્યવહારો યુકો બેંકના જુદા જુદા ખાતામાંથી કરવામાં આવ્યા હતા.

યુકો બેંકના 41,000 ખાતામાં IMPS વ્યવહારો ખોટી રીતે કર્યા

અહેવાલ અનુસાર, આ કેસ 8,53,049થી વધુ IMPS ટ્રાન્ઝેક્શન્સ સાથે સંબંધિત છે જેના દ્વારા આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ તમામ વ્યવહારો 10 નવેમ્બર 2023થી 13 નવેમ્બર 2023 વચ્ચે કરવામાં આવ્યા હતા. સાત ખાનગી બેંકોના 14,600 ખાતાઓમાંથી યુકો બેંકના 41,000 ખાતાધારકોના ખાતામાં IMPS વ્યવહારો ખોટી રીતે કરવામાં આવ્યા હતા.

IMPS ટ્રાન્ઝેક્શન શું છે?

ઈમિડેટ પેમેન્ટ સર્વિસ (IMPS) જે બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે જેના દ્વારા લોકોને ઈન્ટરનેટ અને ફોન બેંકિંગ દ્વારા તરત જ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. રિયલ ટાઈમ વ્યવહારોને કારણે, મોટાભાગના લોકો આ પેમેન્ટ સર્વિસનો જ ઉપયોગ કરે છે. જો કે, આ સર્વિસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે, બેંક દ્વારા એક મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે, જેના કારણે વધુ રકમની લેવડદેવડ થતી નથી.



Google NewsGoogle News