CBIના દેશભરમાં 11 રાજ્યોમાં 76 સ્થળોએ દરોડા, એમેઝોન-માઈક્રોસોફ્ટની ફરિયાદ બાદ કરાઈ કાર્યવાહી

સીબીઆઈના દરોડા દરમિયાન 32 મોબાઈલ, 48 લેપટોપ, 33 સિમ કાર્ડ, પેન ડ્રાઈવ જપ્ત

5 રાજ્યોમાં ઠગ કરનારા 9 કૉલ સેન્ટરોનો પણ ખુલાસો, કેટલાક બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરાયા

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
CBIના દેશભરમાં 11 રાજ્યોમાં 76 સ્થળોએ દરોડા, એમેઝોન-માઈક્રોસોફ્ટની ફરિયાદ બાદ કરાઈ કાર્યવાહી 1 - image

નવી દિલ્હી, તા.19 ઓક્ટોબર-2023, ગુરુવાર

એમેઝોન (Amazon) અને માઈક્રોસોફ્ટ (Microsoft)ની ફરિયાદ બાદ સીબીઆઈએ દેશના 11 રાજ્યોમાં 76 સ્થળોએ દરોડા (CBI Raid) પાડ્યા છે. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ સાયબર ક્રાઈમ પર સકંજો કસવા દેશવ્યાપી અભિયાન ‘ઓપરેશન ચક્ર 2 (Operation Chakra 2)’ હેઠળ આ દરોડા પાડ્યા છે.

એમેઝોન અને માઈક્રોસોફ્ટની ફરિયાદ બાદ CBIની કાર્યવાહી

CBIએ દેશભરના જુદા જુદા રાજ્યો ખાસ કરીને, પશ્ચિમ બંગાળ (West Bengal), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), દિલ્હી (Delhi), બિહાર (Bihar), પંજાબ (Punjab), તમિલનાડુ (Tamil Nadu), કેરળ (Kerala), હરિયાણા (Haryana), કર્ણાટક (Karnataka), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) સહિત 76 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ 5 કેસ પણ નોંધ્યા છે. એમેઝોન અને માઈક્રોસોફ્ટ દ્વારા ફરિયાદ કરાયા બાદ સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે.

ઘણા બેંકોના એકાઉન્ટ ફ્રીઝ કરાયા

સીબીઆઈના જણાવ્યા મુજબ તપાસ અભિયાન દરમિયાન 32 મોબાઈલ ફોન, 48 લેપટોપ, 2 સર્વરની તસવીરો, 33 સિમ કાર્ડ અને પેન ડ્રાઈવ જપ્ત કરાયા છે. સીબીઆઈએ ઘણા બેંક એકાઉન્ટો પણ ફ્રીઝ કર્યા છે. સીબીઆઈએ 15 ઈ-મેલ એકાઉન્ટની વિગતો પણ મેળવી લેવાઈ છે, જેમાં આરોપીઓના ષડયંત્રનો પણ ખુલાસો થયો છે, જેના દ્વારા તેઓ લોકોને ઠગવાનું કામ કરે છે.

આરોપી 5 રાજ્યોમાં ઠગ કરનારા 9 કૉલ સેન્ટર ચલાવી રહ્યા હતા

ઓપરેશન ચક્ર-2 અભિયાન હેઠળ ઈન્ટરનેશનલ ટેક સ્પોર્ટ ફ્રોડ સ્કેમના 2 મામલાઓ પણ સામે આવ્યા છે. આરોપીઓ 5 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 9 કૉલ સેન્ટરનું સંચાલન કરી રહ્યા હતા અને પોતાને ટેકનિકલ સપોર્ટ પ્રતિનિધિ હોવાનું કહી વિદેશી નાગરિકોને ઓર્ગેનાઈઝ્ડ રીતે શિકાર બનાવતા હતા.

CBI-Raid

Google NewsGoogle News