Get The App

‘વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની ખેર નહીં...’ CBIનાં ‘ભારતપોલ’ પોર્ટલ પર શેર કરાશે ગુનેગારની તમામ માહિતી

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
‘વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની ખેર નહીં...’ CBIનાં ‘ભારતપોલ’ પોર્ટલ પર શેર કરાશે ગુનેગારની તમામ માહિતી 1 - image


Bharatpol Portal : વિદેશમાં છુપાયેલા ભાગેડુઓ પર સકંજો કસવા માટે CBIએ એક નવું અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ 'ભારતપોલ'  (Bharatpol) તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળો અને કેન્દ્રીય એજન્સીઓ, ઈન્ટરપોલથી ભાગેડુઓની જાણકારી મેળવી શકાશે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ભારતનું રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો છે જે ઇન્ટરપોલને લગતી બાબતોનું સંચાલન કરે છે.

પોર્ટલ થકી જાણકારી અપાશે

CBI દ્વારા ડિઝાઈન કરાયેલી આ પરિયોજના પરીક્ષણના સ્તરે છે અને જેને 7 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવી શકે છે. રાજ્યો અને CBI (ઈન્ટરપોલ ઈન્ડિયા) વચ્ચે પત્ર, ઈમેલ, ફેક્સના માધ્યમથી નહીં પરંતુ પોર્ટલના માધ્યમથી જાણકારી શેર કરી શકાશે.

આ પણ વાંચો: ટ્રમ્પની શપથવિધિ પહેલા અમેરિકાના પ્રવાસે જયશંકર, ટેરિફ મુદ્દે થશે ચર્ચા?

તમને જણાવી દઈએ કે, ઈન્ટરપોલ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત પોલીસ સંસ્થા છે. જેના ભારત સહિત દુનિયાભરમાં 195 દેશો સદસ્યો છે. જેનું મુખ્યાલય ફ્રાન્સના લિયોન ખાતે આવેલું છે. આ ઉપરાંત, તેના વિશ્વભરમાં સાત પ્રાદેશિક બ્યુરો પણ છે. તે એક આંતરરાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો છે, જે તેને વિશ્વની સૌથી મોટી પોલીસ સંસ્થા બનાવે છે.

ગુનોઓની જાણકારી શેર કરી શકાય

વર્ષ 1949માં ભારત ઈન્ટપોલનું સદસ્ય બન્યું હતું. જેમાં ઈન્ટરપોલમાં તમામ સદસ્ય દેશ એક પ્લેટફોર્મ થકી પોતાના દેશમાં થઈ રહેલા ગુનોઓની જાણકારી એકબીજા સાથે શેર કરી શકે છે. જ્યારે CBI ઈન્ટરપોલ અને અન્ય તપાસ એજન્સીઓ વચ્ચે નોડલ એજન્સીનું કામ કરે છે. 

ઈન્ટરપોલ ભાગેડુઓની નોટિસ નીકાળશે

વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની ધરપકડ કરવા માટે ઈન્ટરપોલ રેડ નોટિસ, ખોવાયેલા લોકો માટે યલો નોટિસ, ગુનાઓની તપાસના સંબંધમાં કોઈ વ્યક્તિની ઓળખ, ઘટના સ્થળની જાણકારી માટે બ્લૂ નોટિસ નીકાળે છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરપોલ પાસે કોઈપણ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા નથી. ભાગેડુની ધરપકડ તે સભ્ય રાષ્ટ્રના શાસન પર આધારિત છે જેમાં તે રહે છે.

આ પણ વાંચો: ચીન તરફ ‘અમેરિકન મિસાઈલ’ તહેનાત કરવાની તૈયારીમાં ફિલિપાઈન્સ, બંને દેશોએ જિનપિંગનું વધાર્યું ટેન્શન

ઈન્ટરપોલ સ્થાપવાની શું જરૂર પડી?

ઈન્ટરપોલની જરૂરત પહેલા વિશ્વ યુદ્ધ બાદ મહેસુસ થઈ હતી, જ્યારે યુરોપમાં ગુનાઓ વધી રહ્યા હતા. ગુનેગારો એક દેશમાં ગુનાઓ કરીને અન્ય દેશમાં છુપાય જતા હતી. આવા ગુનેગારોથી અવગત કરવા માટે 20 દેશોએ સાથે મળીને ઈન્ટરપોલની સ્થાપના કરી હતી. જેમાં ઈન્ટરપોલની સ્થાપના 7 સપ્ટેમ્બર 1923ના રોજ વિયેના, ઓસ્ટ્રિયામાં કરવામાં આવી હતી. જો કે, તે સમયે ઈન્ટરપોલને ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ કમિશન કહેવામાં આવતું હતું, પરંતુ 1956થી તેને ઈન્ટરપોલ (ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન) કહેવાનું શરૂ થયું.


Google NewsGoogle News