Get The App

NIA નો લાંચિયો અધિકારી ઝડપાયો, બે વચેટિયા સાથે 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝબ્બે

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
CBI


CBI Arrests Senior NIA Agent: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે NIAના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી છે. અધિકારીની સાથે તેના બે વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય પર ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.

NIA અધિકારી ખોટા કેસમાં ફસાવી રહ્યો હતો 

મામલાની તપાસ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી NIA અધિકારીએ એક વ્યક્તિને તેના વિરુદ્ધ ચાલી રહેલા એક કેસના મામલામાં તપાસથી બચાવવા માટે લાંચ લીધી હતી. સીબીઆઈને રામૈયા કન્સ્ટ્રક્શનના માલિક રોકી યાદવ તરફથી ફરિયાદ મળી હતી કે નાયબ પોલીસ અધિક્ષક અજય પ્રતાપ સિંહ મારા પરિવારને લાયસન્સ વિના ગેરકાયદેસર હથિયાર રાખવાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને મારી પાસેથી પૈસા પડાવી રહ્યા છે.

લાંચિયા અધિકારીએ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકના ઘરની તલાશી લીધી 

અધિકારીઓએ જણાવ્યું કે NIAના લાંચિયા અધિકારીએ 19 સપ્ટેમ્બરે યાદવના ઘરની તપાસ કરી હતી અને તેને 26 સપ્ટેમ્બરે કેસના તપાસ અધિકારી સિંહ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. તેમણે કહ્યું કે અજય પ્રતાપ સિંહ પર યાદવને ધમકી આપવાનો અને તપાસના પરિણામો બચાવવા માટે 2.5 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.

આરોપી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી

અધિકારીએ જણાવ્યું કે રોકી યાદવ પોતાના પરિવારને ખોટા આરોપોથી બચાવવા માટે અજય પ્રતાપ સિંહને લાંચ આપવા માટે તૈયાર થયો હતો. આ મામલાની તપાસ દરમિયાન CBIએ NIA અધિકારીની લાંચ લેતા ધરપકડ કરી છે. હવે આરોપી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

NIA નો લાંચિયો અધિકારી ઝડપાયો, બે વચેટિયા સાથે 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝબ્બે 2 - image


Google NewsGoogle News