નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે CBIની મોટી કાર્યવાહી, બંગાળ અને સિક્કિમમાં 50 સ્થળો પર દરોડા

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે CBIની મોટી કાર્યવાહી, બંગાળ અને સિક્કિમમાં 50 સ્થળો પર દરોડા 1 - image

image : Twitter

- આ મામલે પીએસએલકેના વરિષ્ઠ અધિક્ષકની એક વચેટિયા સાથે ધરપકડ કરવામાં આવી

કોલકાતા, તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર

નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે CBIએ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમના લગભગ 50 સ્થળો પર શુક્રવારે સાંજે દરોડા પાડ્યા હતા અને આ મામલે તપાસ એજન્સીની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલે સિલીગુડીના પાસપોર્ટ સેવા લઘુ કેન્દ્ર (પીએસએલકે)ના વરિષ્ઠ અધિક્ષકની એક વચેટિયા સાથે ધરપકડ કરવામાં આવી છે.

ગત રવિવારે મમતા સરકારના મંત્રીના આવાસ પર દોરડા પાડ્યા હતા

આઅગાઉ 8 ઓક્ટોબરના રોજ CBIએ રાજ્યમાં નાગરિક સંસ્થાની ભરતીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમ અને ધારાસભ્ય મદન મિત્રાના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાનગરપાલિકામાં ભરતીમાં થયેલા કૌભાંડ મામલે CBIએએ આ કાર્યવાહી કરી હતી. બે વર્ષ પહેલા પણ ફિરહાદ સીબીઆઈના ચંગુલમાં ફસાઈ ચૂક્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ નારદા કૌભાંડમાં તેમની પૂછપરછ કરી હતી અને હવે CBIએએ નાગરિક સંસ્થાની ભરતી કેસમાં તેમની સંડોવણીને લઈને તેમના ઘરે દરોડા પાડ્યા હતા.

2021માં નારદ સ્ટિંગ ઓપરેશન મામલે હાકિમ અને મદન મિત્રાની ધરપકડ થઈ ચૂકી છે

આ અગાઉ હકીમ અને મદન મિત્રા બંનેની 2021માં નારદ સ્ટિંગ ઓપરેશન મામલે ધરપકડ કરવામાં આવી હતી. મિત્રાની 2014માં શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. આ વર્ષે 21 એપ્રિલના રોજ કલકત્તા હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે સીબીઆઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કૌભાંડ કેસની તપાસ પોતાન હાથમાં લેવાનો આદેશ આપ્યો હતો.


Google NewsGoogle News