કાશ્મીર ખીણમાં આતંકીઓના સફાયામાં ગુફાઓ પડકાર રૂપ બની : પીર પંજાબ પર તેમની પસંદગી

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
કાશ્મીર ખીણમાં આતંકીઓના સફાયામાં ગુફાઓ પડકાર રૂપ બની : પીર પંજાબ પર તેમની પસંદગી 1 - image


- પાકિસ્તાનના નિવૃત્ત સૈનિકો આતંકીઓ સાથે જોડાય છે

- પીર પંજાબ, વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અફઘાનિસ્તાનના પર્વતો જેવી છે : તેની ગુફાઓમાં આતંકીઓ છૂપાતા હોય છે

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા સતત દબદબો રાખવાના પ્રયત્નો છતાંએ આતંકીઓ દ્વારા સતત ઘૂસણખોરી થતી રહે છે અને પર્વતોમાં રહેલી ગુફાઓ તેમને માટે ઘણાં સલામત સ્થાનો બની રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં પણ અર્ધસૈનિક દળોના અને સેનાના જવાનો જોખમ ઉઠાવીને પણ ઓપરેશન હિબન નીચે આતંકીઓનો સફાયો કરી રહ્યા છે. આ પૈકી પીર પંજાબબ વિસ્તાર તો ઘણો જ જોખમી છે. આ વિસ્તારના પર્વતો અફઘાનિસ્તાનના પર્વતો જેવા છે, તેટલું જ નહીં પરંતુ આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે. તેની ગુફાઓમાં આતંકીઓને છુપાવું સરળ બને છે. આ પરિસ્થિતિને લીધે જ આ વર્ષે ૨૭ જવાનો શહીદ થયા હતા.

આમ છતાં જવાનોએ ગઇકાલે ખતમ કરેલા બે આતંકીઓ પૈકી બંને મૂળ પાકિસ્તાની જ હતા તે પૈકી એક બોમ્બ એક્ષપર્ટ હતો, જ્યારે બીજો એક સ્નાઇપર હતો.

જમ્મુ કાશ્મીરમાં એક તરફ સ્થાનિક યુવાનો આતંકવાદમાં જોડાવા તૈયાર નથી થતા તો બીજી તરફ અર્ધલશ્કરી જવાનો અને ભૂમિસેનાના જવાનો તેમનો સફાયો કરી રહ્યા છે. પરિણામે અત્યારે માત્ર ૬૦થી ૭૦ જેટલા જ આતંકીઓ રહ્યા હોવાથી તેમાં ભર્તી કરવા પાકિસ્તાન તેના નિવૃત્ત લશ્કરી સૈનિકોને મોકલે છે. તેમજ તેના નિવૃત્ત નોન કમીશન્ડ અધિકારીઓ (એનસીઓ) તથા જુનિયર કમીશન્ડ ઓફીસર્સ (જેસીઓ)ને મોકલી રહ્યું છે.

આ પાછળ પાકિસ્તાનનો હેતુ બહુ સ્પષ્ટ છે તે કોઇને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવાની રહેતી નથી. બીજું તેમને કેમોફ્લેજ (આસપાસના વિસ્તારો સાથે ભળી જઇ ન દેખાય) કરતાં પણ શીખવાડવું પડતું નથી. તેઓની સાથે પનારા પાડવા મુશ્કેલ કામ છે છતાં આપણા જવાનો તે પાર પાડે છે. રાજ્યમાં તેથી જ આતંકવાદમાં ઓટ આવી રહી છે.


Google NewsGoogle News