Get The App

સાવધાન! મોમોઝ ખાધા બાદ મહિલાનું થયું મોત, 20 બીમાર, સામે આવી વેપારીની ભૂલ

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
સાવધાન! મોમોઝ ખાધા બાદ મહિલાનું થયું મોત, 20 બીમાર, સામે આવી વેપારીની ભૂલ 1 - image


Image: Wikipedia

Woman Dies After Eating Momos: હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં રસ્તા પર વેચી રહેલા એક દુકાનદારના મોમોઝ ખાધા બાદ 33 વર્ષની મહિલાનું મોત નીપજ્યુ. સાથે જ અન્ય 20 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા. જાણકારી અનુસાર આ ઘટના ખૈરતાબાદમાં શુક્રવારે 25 ઓક્ટોબરે થઈ.

તપાસમાં ખબર પડી કે રેશમા બેગમ અને તેની 12 અને 14 વર્ષની પુત્રીઓએ રસ્તા પર વેચનાર પાસેથી મોમોઝ ખરીદીને ખાધા હતા. તેના તાત્કાલિક બાદ તેમને ઝાડા, પેટનો દુખાવો અને ઉલટીની તકલીફ થવા લાગી. રેશમા પોતાના બાળકોની સિંગલ પેરેન્ટ હતી. 

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે

બંજારા હિલ્સ પોલીસે જણાવ્યું, 'અમને કાલે ફરિયાદ મળી કે રેશમા બેગમ (33) નું મોત નીપજ્યુ અને 15 અન્ય લોકો એક જ દુકાનદાર પાસેથી મોમોઝ ખાધા બાદ બિમાર પડ્યા છે. અમે કેસ નોંધાવ્યો છે અને સતત કેસની તપાસ કરી રહ્યા છીએ.' 

આ પણ વાંચો: ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ટોળાનો હુમલો, અનેકને ઈજા, પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા

લોટ પેકિંગ વિના તૂટેલા ફ્રિજમાં રાખવામાં આવ્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર શરૂઆતી તપાસમાં જાણવા મળ્યુ છે કે દુકાનદાર ફૂડ સિક્યોરિટી લાયસન્સ વિના કામ કરી રહ્યો હતો અને ભોજન અસ્વચ્છ સ્થિતિઓમાં તૈયાર કરવામાં આવી રહ્યુ હતુ. મોમોઝ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેલો લોટ પેકિંગ વિના ફ્રિજમાં રાખવામાં આવ્યો હતો અને તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ફ્રિજનો દરવાજો તૂટેલો હતો. તે બાદ ખાદ્ય વિક્રેતાથી સેમ્પલ લીધા બાદ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

હત્યાના આરોપમાં પોલીસે કેસ નોંધ્યો

રેશમા બેગમના પરિવાર તરફથી કરવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને પોલીસે રસ્તા પર મોમોઝ વેચનારની જાણકારી મેળવી. આ મામલે સ્ટોલ ચલાવનાર બે લોકોની કસ્ટડી કરવામાં આવી છે અને હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News