દિવાળીએ અર્થતંત્રને 'બૂસ્ટર ડૉઝ', લોકોએ 4.25 લાખ કરોડની ખરીદી કરી, હવે લગ્નગાળા પર નજર
Economy Boost on Diwali: તહેવારોની સિઝનથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળી રહ્યો છે. અગાઉ નવરાત્રિ દરમિયાન માત્ર દસ દિવસમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાનો અંદાજ હતો, હવે દિવાળી પર 4.25 લાખ કરોડ રૂપિયાના સામાનની ખરીદી થશે તેવું કહેવાોમાં આવી રહ્યું છે.
વેપારીઓની નજર લગ્ન સિઝન પર
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હીની ચાંદની ચોક બેઠકથી ભાજપના લોકસભા સાંસદ પ્રવીણ ખંડેલવાલના દાવા મુજબ, ભારતીય ઉત્પાદનોએ દિવાળી પર જોરદાર ધૂમ મચાવી છે. તેને ગ્રાહકો તરફથી ઘણું સમર્થન મળ્યું છે. હવે વેપારીઓની નજર 12મી નવેમ્બરથી શરૂ થતી લગ્નની સિઝન પર છે.
લોકોએ મોટાપાયે કરી ખરીદી
ખંડેલવાલે કહ્યું કે, દિવાળીનો તહેવાર દેશના લગભગ દરેક ખૂણામાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. લોકોએ દિવાળીની મોટાપાયે ખરીદી કરી હતી. અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ પછી દેશની આ પહેલી દિવાળી છે, જેના કારણે લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા ઉદ્યોગપતિઓની સાથે કુંભારો, કારીગરો જેવા નાના વેપાર કરતા લોકો અને દિવાળીની વસ્તુઓ ઘરે બનાવતા લોકોએ પણ મોટા પાયે પોતાનો સામાન વેચ્યો છે. લોકોએ નાના વેપારીઓને મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દર વર્ષની જેમ આ દિવાળીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અભિયાન હેઠળ ભારતીય વસ્તુઓની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
4.25 લાખ કરોડના માલ-સામાનનું વેચાણ
માટીના દીવા, ભગવાનની મૂર્તિઓ, ઘર સજાવટની વસ્તુઓ, વંદનવાર, ફૂલો અને પાન, ફળ અને પૂજાની વસ્તુઓ, રંગબેરંગી ઈલેક્ટ્રિક તાર, મીઠાઈઓ અને નાસ્તો, કપડાં, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, ગિફ્ટની વસ્તુઓ, પગરખાં, મેક-અપની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનોનો વિશાળ જથ્થો હતો સોના અને ચાંદીના દાગીના, અન્ય વસ્તુઓ અને અન્ય ઘરગથ્થુ ઉત્પાદનોની માગ રહી હતી. જેનો સ્થાનિક વેપારીઓ અને કારીગરોને ઘણો ફાયદો થયો છે. આ દિવાળીએ રૂ. 4.25 લાખ કરોડના માલસામાનનું વેચાણ એ અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક બિઝનેસ છે.
આ પણ વાંચોઃ 'એક ચૂંટણીમાં સલાહ આપવા 100 કરોડ લઉં છું...', વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો
CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું હતું કે, એક અંદાજ મુજબ, 4.25 લાખ કરોડ રૂપિયાના તહેવારના વેપારમાં, લગભગ 13% ખાદ્ય અને કરિયાણામાં, 9% જ્વેલરીમાં, 12% કાપડ અને વસ્ત્રોમાં, 4% ડ્રાયફ્રૂટ્સમાં, મીઠાઈઓ અને નાસ્તો, 3% ઘર સજાવટ, 6% સૌંદર્ય પ્રસાધનો, 8% ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ, 3% પૂજા સામગ્રી અને રસોડાનાં સાધનો, 2% કન્ફેક્શનરી અને બેકરી, 8% ભેટ વસ્તુઓ, 4% ફર્નિશિંગ. ફર્નિચર અને બાકીનો 20% ગ્રાહકો દ્વારા ઓટોમોબાઈલ, હાર્ડવેર, ઈલેક્ટ્રીકલ, રમકડાં અને અન્ય ઘણી વસ્તુઓ અને સેવાઓ પર ખર્ચવામાં આવ્યો છે. પેકિંગ બિઝનેસને પણ મોટું માર્કેટ મળ્યું છે.
આત્મનિર્ભર ભારતની અનોખી ઝલક જોવા મળીઃ CAT અધિકારી
CAT અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પર સ્થાનિક રીતે બનાવેલી વસ્તુઓ ખરીદવા માટે આહ્વાન કર્યું હતું. તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. દેશના તમામ શહેરોમાંથી સ્થાનિક ઉત્પાદકો, કારીગરો અને કલાકારો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સનું જંગી માત્રામાં વેચાણ થયું છે. જેના દ્વારા આત્મનિર્ભર ભારતની અનોખી ઝલક જોવા મળી છે. ભરતિયા અને ખંડેલવાલે કહ્યું કે, આ વર્ષે પણ લોકોએ ચીની ઉત્પાદનોને નકારીને ભારતીય વસ્તુઓને સંપૂર્ણ રીતે પ્રાધાન્ય આપ્યું છે. જેને લઈને વેપારીઓ ઉત્સાહિત છે. વેપારીઓ હવે 12મી નવેમ્બરની દેવુથની એકાદશીથી શરૂ થતી લગ્નસ સિઝનમાં મોટા વેપારની અપેક્ષા રાખી રહ્યા છે.
લોકોએ આ દિવાળીએ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે. તે ફરી સાબિત થયું છે કે તહેવારો ભારતની અર્થવ્યવસ્થાનો એક મોટો અને અભિન્ન ભાગ છે. નવરાત્રિના તહેવારમાં પણ અર્થતંત્રમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. દિલ્હી સહિત દેશભરમાં નવરાત્રિ અને રામલીલા, દાંડિયા અને ગરબા ઉત્સવો દ્વારા રૂ. 50 હજાર કરોડથી વધુનો બિઝનેસ થયો હતો.
એવું કહેવાય છે કે એકલા દિલ્હીમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ છે. ખંડેલવાલના જણાવ્યા અનુસાર, નવરાત્રિ, રામલીલા, ગરબા અને દાંડિયા જેવા તહેવારો, જે દર વર્ષે દેશભરમાં દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે, તેણે આ વખતે દેશભરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓને નોંધપાત્ર વેગ આપ્યો છે. આ તહેવારો દરમિયાન બજારો વધુ ગતિશીલ બને છે. જ્યાં એક તરફ વેપારીઓને મોટો ફાયદો થાય છે તો બીજી તરફ લાખો લોકોને કામચલાઉ રોજગાર પણ મળે છે.