Get The App

18 વર્ષ પહેલાનું 'કેશ ફોર ક્વેરી' કૌભાંડ, 4 પક્ષોના 11 સાંસદોનું સભ્યપદ થયું હતું રદ, 6 BJPના હતા

કૌભાંડ પ્રકાશમાં આવ્યાના માત્ર 12 દિવસ બાદ સંસદમાં મતદાન થયું હતું

તમામ પક્ષો સાંસદ સામે કાર્યવાહીની તરફેણમાં હતા જ્યારે ભાજપે વોકઆઉટ કર્યો હતો

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
18 વર્ષ પહેલાનું 'કેશ ફોર ક્વેરી' કૌભાંડ, 4 પક્ષોના 11 સાંસદોનું સભ્યપદ થયું હતું રદ, 6 BJPના હતા 1 - image


cash for query scam in 2005 : આજે લોકસભામાં TMCની સાંસદ મહુઆ મોઈત્રાનું કેશ ફોર ક્વેરી એટલે કે પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં લોકસભાની અથિક્સ કમિટીના રિપોર્ટમાં પ્રસ્તાવ પાસ થતાં જ સાંસદ તરીકેનું સભ્યપદ રદ થયું હતું. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સાંસદ પર કેશ ફોર ક્વેરી પર કાર્યવાહી થઈ હોય, આ અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2005માં આવી જ એક ઘટના બની હતી, જેમાં 11 સાંસદો પૈસાના બદલામાં પ્રશ્નો પૂછવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમની સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.                                                      

સાંસદોનો બહુમતી મત મહુઆ મોઇત્રાની વિરુદ્ધ હતો

TMCની સાંસદ મહુઆ મોઈત્રા કેશ ફોર ક્વેરી એટલે કે પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં દોષિઠ ઠરી હતી અને લોકસભાની એથિક્સ કમિટીએ તેના વિરુદ્ધ ગૃહમાં પ્રસ્તાવ મુક્યો હતો જેમાં તેનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી. આ કમિટીના રિપોર્ટની તરફેણમાં આ પ્રસ્તાવ પાસ થતાં જ મહુવા મોઈત્રાનું સભ્યપદ રદ કરવામાં આવ્યુ હતું. આ રિપોર્ટ જ્યારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો ત્યારે TMCએ તેનો અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા 48 કલાકનો સમય માંગ્યો હતો પરંતુ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેને ફગાવી દીધો હતો. મહુઆ મોઇત્રાને સંસદમાં બોલવાની તક મળી ન હતી. લોકસભામાં આ રિપોર્ટ પર મતદાન થયું હતું જેમાં સાંસદોનો બહુમતી મત મહુઆ મોઇત્રાની વિરુદ્ધ હતો. આ પહેલો કિસ્સો નથી કે જ્યારે 'કેશ ફોર ક્વેરી' કેસમાં સાંસદ તરીકેનું સભ્યપદ  રદ કરવામાં આવ્યું હોય પણ આ પહેલા વર્ષ 2005માં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યારે તેમાં 11 સાંસદો સામેલ હતા. તે સમયે 11 સાંસદોને પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેઓનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યુ હતું. આ કિસ્સામાં રાજ્યસભાના સાંસદ પણ સામેલ હતા.

શું હતો તે મામલો?

એક ખાનગી ચેનલે 12મી ડિસેમ્બર 2005ના રોજ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં કેટલાક સાંસદો સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેતા ગુપ્ત કેમેરામાં કેદ થયા હતા. દેશના સંસદીય ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હતી. આ 11 સાંસદો કોઈ એક પક્ષના ન હતા. આમાંથી 6 ભાજપના, 3 બસપાના અને એક-એક આરજેડી અને કોંગ્રેસના સાંસદ હતા. ભાજપના 6 સાંસદોમાં સુરેશ ચંદેલ, અન્ના સાહેબ પાટીલ, ચંદ્ર પ્રતાપ સિંહ, છત્રપાલ સિંહ લોધ, વાયજી મહાજન અને પ્રદીપ ગાંધી, BSPના ત્રણ નરેન્દ્ર કુમાર કુશવાહા, રાજા રામ પાલ અને લાલ ચંદ્ર, આરજેડી તરફથી મનોજ કુમાર અને કોંગ્રેસ તરફથી રામ સેવક સિંહ સામેલ હતા. કેટલાક પત્રકારો સ્ટિંગ ઓપરેશન દરમિયાન એક કાલ્પનિક સંસ્થાના પ્રતિનિધિ તરીકે ઉભા થયા અને સાંસદોને મળ્યા હતા ત્યારબાદ આ પત્રકારોએ સાંસદોને તેમના સંગઠન વતી પ્રશ્નો પૂછવા કહ્યું હતું અને સાંસદોનો લાંચ લેતા હોય તેવો વીડિયો બનાવ્યો હતો.

કૌભાંડના 12 દિવસ બાદ સંસદમાં સાંસદોનું સભ્યપદ રદ કરવા મતદાન થયું હતું

આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યાના માત્ર 12 દિવસ બાદ 24 ડિસેમ્બર 2005ના રોજ સંસદમાં આ તમામ સાંસદો સામે કાર્યવાહી કરાતા તમામની સદસ્યતા રદ કરવા માટે મતદાન થયું હતું. આ મતદાનમાં અન્ય તમામ પક્ષો તમામ આરોપી સાંસદ સામે કાર્યવાહીની તરફેણમાં હતા પરંતુ ભાજપે વોકઆઉટ કર્યો હતો. આ મામલે તે સમયના વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે સાંસદોએ જે કર્યું તે ખરેખર ભ્રષ્ટાચારનો મામલો હતો, પરંતુ હાંકી કાઢવાની સજા વધુ હતી.

18 વર્ષ પહેલાનું 'કેશ ફોર ક્વેરી' કૌભાંડ, 4 પક્ષોના 11 સાંસદોનું સભ્યપદ થયું હતું રદ, 6 BJPના હતા 2 - image


Google NewsGoogle News