'દબાણ ન કરશો, તમને ગુનાઈત કેસની તપાસનો અધિકાર નથી' મહુઆ મોઈત્રાનો એથિક્સ કમિટીને પત્ર

બે પાનાનો પત્ર લખી મહુઆએ કહ્યું - હીરાનંદાણીનું ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવે

મહુઆએ આરોપ મૂક્યો કે મારા પર સમિતિ દ્વારા હાજર થવા દબાણ કરવામાં આવી રહ્યું છે

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
'દબાણ ન કરશો, તમને ગુનાઈત કેસની તપાસનો અધિકાર નથી' મહુઆ મોઈત્રાનો એથિક્સ કમિટીને પત્ર 1 - image


Mahua Moitra Cash for Query Case |  પૈસા અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોમાં ફસાયેલા સાંસદ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી (Mahua Moitra Letter) પર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટી (ethics committee) મારા પર હાજર થવા માટે દબાણ કરી રહી છે. તેમણે કહ્યું કે બિઝનેસમેન હીરાનંદાણીનું પણ ક્રોસ એક્ઝામિનેશન થવું જોઈએ. તેમણે દાવો કર્યો કે સંસદીય સમિતિને ગુનાઈત બાબતોની તપાસનો કોઈ અધિકાર નથી. આ ફક્ત તપાસ એજન્સીઓ જ કરી શકે છે. 

બે પાનાનો લખ્યો પત્ર 

TMC સાંસદ મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી શેર કરતાં બે પાનાનો પત્ર શેર કર્યો હતો. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે એથિક્સ કમિટીને મીડિયા સમક્ષ મારું સમન્સ જાહેર કરવું યોગ્ય લાગ્યું.  એટલા માટે હવે મને લાગે છે કે આ મહત્ત્વપૂર્ણ છે કે હું પણ કાલે મારી સુનાવણી પહેલાં સમિતિએ એક પત્ર મોકલી દઉં. 

મહુઆએ કહ્યું - હીરાનંદાણીને પણ બોલાવો 

મહુઆ મોઈત્રાએ તેમના પત્રમાં આરોપ મૂક્યો છે કે લોકસભાની આચાર સમિતિ (એથિક્સ કમિટી)એ આ મામલે સુનાવણીની તારીખ આગળ વધારવાના તેમના આગ્રહની અવગણના કરી અને તેમના પર હાજર થવા દબાણ વધાર્યું. તેમણે કહ્યું કે આ મામલે હીરાનંદાણીની (Hiranandani) પણ પૂછપરછ કરવી જોઈએ. મહુઆને આવતીકાલે હાજર થવા કહેવાયું છે. 

રમેશ બિધૂરીનો કર્યો ઉલ્લેખ 

તેની સાથે મહુઆએ ભાજપ સાંસદ રમેશ બિધૂરી દ્વારા બસપા સાંસદ દાનિશ અલી પર કરાયેલી વાંધાજનક ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહુઆએ કહ્યું કે આ મામલે બસપા સાંસદના વિપરિત ભાજપ સાંસદ માટે એક અલગ દૃષ્ટિકોણ અપનાવાયો. તેમણે સંસદીય સમિતિ પર ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. 

'દબાણ ન કરશો, તમને ગુનાઈત કેસની તપાસનો અધિકાર નથી' મહુઆ મોઈત્રાનો એથિક્સ કમિટીને પત્ર 2 - image


Google NewsGoogle News