ભારતીય રેલવેનો મોટો નિર્ણય : ટ્રેનમાં અને પાટા પર રિલ્સ બનાવનારને થશે જેલ!
Indian Railway: ટ્રેન કે રેલવેના પાટા પર રીલ બનાવનારા હવે સાવધાન થઈ જજો. જો આ જગ્યાઓ પર રીલ બનાવતી વખતે સુરક્ષાનું જોખમ ઉત્પન્ન કર્યું તો FIR દાખલ કરવામાં આવશે. રેલવે બોર્ડે આ સંદર્ભે પોતાના તમામ ઝોનને નિર્દેશ આપી દીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો રીલ બનાવનારા સુરક્ષિત રેલવે કામગીરી માટે ખતરો ઊભો કરે છે અથવા કોચ અથવા રેલવે પરિસરમાં યાત્રીઓ માટે અસુવિધાનું કારણ બને છે તો તેમની સામે FIR નોંધવામાં આવશે.
રીલ બનાવવામાં લોકોએ તમામ હદો વટાવી દીધી
રેલવે બોર્ડના આ દિશા-નિર્દેશ તાજેતરમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા બાદ આવી છે, જેમાં ખાસ કરીને યુવાનોએ પોતાના મોબાઇલ ફોનથી રેલવે ટ્રેક પર અને ચાલતી ટ્રેનોમાં સ્ટંટ કરતાં વીડિયો બનાવવામાં રેલવે સુરક્ષા સાથે ચેડાં કર્યા છે.
રેલવે પ્રમુખ રૂટો પર કવચ 4.0 ઝડપથી સ્થાપિત કરશે
ભારતીય રેલવે જણાવ્યું કે, તે સમગ્ર દેશમાં દસ હજાર રેલ એન્જિનો અને 14,375થી વધુ રૂટ કિલોમીટર (RKM) ટ્રેક પર અદ્યતન કવચ 4.0 ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમની લગાવવામાં તેજી લાવી રહ્યું છેં. ભારતીય રેલવેનું લક્ષ્ય 2030 સુધીમાં તમામ મુખ્ય માર્ગો પર કવચને ઝડપથી અમલમાં મૂકવાનું છે.