મહાકુંભથી પાછી આવતી કાર ઊભી ટ્રકમાં ઘૂસી, 3 શ્રદ્ધાળુ કાળને ભેટ્યાં, 4 ઈજાગ્રસ્ત
Image: X
Accident in Jharkhand: ઝારખંડના હજારીબાગથી ભયાવહ માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કુંભ સ્નાન કરીને રાંચી પરત ફરેલી ટાટા સૂમો સોમવારે ચરહીમાં એક ઊભેલા ટ્રક સાથે ટકરાઈ ગઈ, જેમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. આ દુર્ઘટનામાં ચાર અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.
બેકાબૂ કાર ટ્રક સાથે ટકરાઈ
દુર્ઘટના ચરહી એનએચ-33 પર બિરસા મેદાન નજીક સ્થિત આકરા વળાંક પર થઈ, જ્યારે ટાટા સૂમો બેકાબૂ થઈને રસ્તાના કિનારે ઊભેલા એક ટ્રક સાથે અથડાઈ. મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ રાંચીના બેડો વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે.
આ પણ વાંચો: અબજપતિ બિઝનેસમેનને દોહિત્રએ જ 70 વખત ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા
ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે
સ્થાનિક પોલીસ અને વટેમાર્ગુની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં તેમની હાલત ગંભીર છે. ઘટના સવારે લગભગ 6 વાગ્યાની છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારીથી થઈ કે રસ્તા કિનારે ઊભેલા ટ્રકના કારણે. મૃતકોના નામની ખબર હજુ પડી શકી નથી.
હાઈવે પર વાહન પાર્કિંગ માટે નિયમ બનાવવાની માગ
દુર્ઘટના સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વળાંક પર ઊભેલા ટ્રકને જોઈને ડ્રાઈવર વાહન પર નિયંત્રણ રાખી શક્યો નહીં, જેના કારણે આ ભયાવહ દુર્ઘટના ઘટી. સ્થાનિક લોકોએ તંત્રથી માગ કરી છે કે હાઈવે પર વાહનોના ખોટી રીતે પાર્કિંગને લઈને આકરા નિયમ બનાવવામાં આવે, જ્યાં ત્યાં ઊભેલા વાહન દુર્ઘટનાનું કારણ બની રહ્યાં છે.