કાર પંક્ચર થતાં ટાયર બદલી રહ્યા હતા, પૂરપાટ દોડતી કારે મારી ટક્કર, હરિયાણામાં 6નાં મોત

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
કાર પંક્ચર થતાં ટાયર બદલી રહ્યા હતા, પૂરપાટ દોડતી કારે મારી ટક્કર, હરિયાણામાં 6નાં મોત 1 - image


Image Source: Freepik

હરિયાણા, તા. 11 માર્ચ 2024 સોમવાર

હરિયાણાના રેવાડીમાં મોડી રાત્રે એક ભીષણ માર્ગ દુર્ઘટના થઈ છે. ઘટનામાં છ લોકોના મોત નીપજ્યા છે. છ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ખાટૂ શ્યામના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતક ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દિલ્હી સરહદની નજીક એક સોસાયટીના નિવાસી હતા. જે ખાટૂ શ્યામથી પાછા ફરી રહ્યા હતા. ઘટનામાં ડ્રાઈવર વિજય, શિખા, પૂનમ, નીલમ અને રંજના કપૂરે જીવ ગુમાવ્યો. પરિવાર જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યો તો આ દરમિયાન મૃતદેહોને જોઈને બૂમો પડી ગઈ જેમ-તેમ સાથે આવેલા લોકોએ એકબીજાને સંભાળ્યા.

તમામ લોકો આસપાસ રહેતા હતા

મળતી જાણકારી અનુસાર ગાઝિયાબાદની અજનારા ગ્રીન સોસાયટીમાં રહેતા અમુક લોકો ખાટૂ શ્યામ ગયા હતા. તમામ લોકો એકબીજાની પાડોશમાં રહે છે અને ઈનોવા કાર બુક કરીને દિલ્હીથી નીકળ્યા હતા. ખાટૂ શ્યામના દર્શન કર્યા બાદ તમામ લોકો પાછા ગાઝિયાબાદ જઈ રહ્યા હતા. રેવાડીથી ધારુહેડા રોડ પર જતી વખતે ગામ મસાની નજીક તેમની કાર પંક્ચર થઈ ગઈ. ડ્રાઈવર અને અન્ય લોકો પંક્ચર થયેલી સ્ટેપનીને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમુક લોકો રસ્તા કિનારે ગાડીની નજીક બેઠા હતા અને અમુક લોકો ગાડીની અંદર બેઠા હતા. આ દરમિયાન એસયૂવીએ ટક્કર મારી દીધી.

ડ્રાઈવરને ગાડી દેખાઈ નહીં, ટક્કર મારી દીધી

બીજી તરફ એસયૂવીમાં સવાર લોકો રેવાડી શહેરની રેલવે કોલોનીમાં એક પરિવાર લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. આ પરિવાર પરત ફરી રહ્યો હતો. મસાની ગામ નજીક અંધારૂ હોવાના કારણે ડ્રાઈવર ઊભેલી ગાડીને જોઈ શક્યો નહીં. જેના કારણે સીધી ટક્કર થઈ ગઈ. ગાડીમાં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જેમાં મિલન, સોનૂ, અજય, સુનીલ અને ભોલૂ સામેલ છે.

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે મૃતદેહોને કબ્જામાં લઈને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. મૃતકોમાં ચાર મહિલા અને બે પુરુષ સામેલ છે. ઘટનાનો શિકાર થયેલા લોકો ખાટૂ શ્યામના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા.


Google NewsGoogle News