Get The App

હાઇવે પર કારે આઠ વખત ગુલાંટ મારી, છતાં પાંચેય મુસાફરોનો વાળ પણ વાંકો ન થયો, બહાર આવી કહ્યું- ચા મળશે?

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
હાઇવે પર કારે આઠ વખત ગુલાંટ મારી, છતાં પાંચેય મુસાફરોનો વાળ પણ વાંકો ન થયો, બહાર આવી કહ્યું- ચા મળશે? 1 - image


Nagaur Bikaner Highway Accident: રાજસ્થાનના નાગૌરમાં એક ચોકાવનારી ઘટના બની છે. જેમાં એક કારનો ભયંકર અકસ્માત થયો અને થોડી જ વારમાં 8 વખત પલટી ખાઈ ગઈ. પરંતુ અદ્ભૂત ચમત્કાર થયો કે, કારમાં બેઠેલા કોઈ વ્યક્તિને ખરોચ પણ ન આવી. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.

આ પણ વાંચો: વીમામાં રાહત નહીં, જૂના વાહનોને લઈને કન્ફ્યુઝન દૂર, પોપકોર્ન થયા મોંઘા: GST અંગે મોટા નિર્ણય

કાર આઠ વાર પલટી મારીને એક ઘરના દરવાજા સાથે અથડાઈ 

રાજસ્થાનના નાગૌરમાં નાગૌર-બીકાનેર હાઇવે પર એક એસયુવી એક ભયંકર અકસ્માત નડ્યો હતો. એસયુવી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર એક- બે વાર નહીં પરંતુ આઠ વાર પલટી મારીને એક ઘરના દરવાજા સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આ દરવાજો પણ તૂટી ગયો અને વાહન ત્યાં જ થંભી ગયું. અકસ્માતમાં વાહનને ભારે નુકસાન થયું હતું, જેના કારણે અંદર રહેલા લોકોની સલામત હોય તેની કોઈ શક્યતાઓ નહોતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વાહનમાં સવાર તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત રીતે બચી ગયા હતા.



લોકો તેને ભગવાનનો કોઈ ચમત્કાર માની રહ્યા છે

અકસ્માત દરમિયાન પલટી રહેલા વાહનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી, જેના કારણે એક ક્ષણ માટે એવું લાગ્યું કે, જાણે કારમાં આગ લાગી હોય. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો તેને ભગવાનનો કોઈ ચમત્કાર માની રહ્યા છે. 

આ પણ વાંચો: મોહાલીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, 20થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા

બહાર આવીને તેણે હસતાં હસતાં કહ્યું, મને ચા આપો

અકસ્માત દરમિયાન કારમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિ કૂદીને બહાર આવ્યો હતો. એ પછી કારમાં સવાર બાકીના ચાર લોકો પણ સુરક્ષિત બહાર આવી ગયા હતા. સ્થાનિક એક કર્મચારીએ જણાવ્યું કે તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અને એક વ્યક્તિએ બહાર આવીને હસતાં હસતાં કહ્યું, મને ચા આપો.


Google NewsGoogle News