Get The App

ડ્રાઈવરને ઊંઘ આવી જતાં મહાકુંભ જતી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, છ શ્રદ્ધાળુઓના મોત

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
ડ્રાઈવરને ઊંઘ આવી જતાં મહાકુંભ જતી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, છ શ્રદ્ધાળુઓના મોત 1 - image
image Twitter 

Car of devotees going to Maha Kumbha met with an accident: કર્ણાટકથી પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે હાલમાં તેમની હાલત ગંભીર છે.

આ પણ વાંચો: દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગના તમામ વીડિયો-ફોટોઝ હટાવો: સરકારનો Xને પત્ર

સવારે  7 વાગ્યે પ્રયાગરાજ હાઇવે માર્ગ અકસ્માતમાં છ યાત્રાળુઓના મોત

આ અંગે મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે પ્રયાગરાજ હાઇવે પર મિર્ઝામુરાદ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની સહિત કર્ણાટકના છ યાત્રાળુઓના મોત થયા હતા, અને પાંચ ઘાયલ થયા હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને BHU ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે.

ડ્રાઇવરને ઊંઘ આવી જતાં બની મોટી દુર્ઘટના 

કર્ણાટકના બિદરથી 11 લોકો ક્રુઝર કારમાં યાત્રા માટે નીકળ્યા હતા. તેઓ બનારસમાં શ્રી કાશી વિશ્વનાથના દર્શન કરી પૂજા કરી અને મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. હાઇવે પર રૂપાપુર ગામ પાસે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ અને ફુલ સ્પીડમાં જતી ક્રુઝર કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ.

આ પણ વાંચો: '20 રૂપિયા લે અને મોઢું બંધ રાખ...' બિહારમાં પ્રિન્સિપાલે બીજા ધોરણની વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કર્યું

અકસ્માતની ટક્કર એટલી ભયાનક હતી કે, ક્રુઝરનો આગળનો ભાગ ટ્રકમાં ખરાબ રીતે ફસાઈ ગયો. જ્યારે પોલીસે ક્રેનની મદદથી કારને બહાર કાઢી ત્યારે તેમને જાણવા મળ્યું કે એક મહિલાનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું હતું.


Google NewsGoogle News