દિલ્હીમાં હિટ એન્ડ રન : મર્સિડીઝ ચાલકે સાઈકલ પર જતા યુવકને ફંગોળી નાખતાં મોત, આરોપી ફરાર
Delhi Hit And Run Case | દેશમાં હિટ એન્ડ રનના કેસ સતત વધતા જઈ રહ્યા છે. તાજેતરનો મામલો દેશની રાજધાની દિલ્હીનો છે. અહીંથી એક ચકચાર મચાવતી અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર સાઉથ ઈસ્ટ દિલ્હીમાં આશ્રમ વિસ્તારમાં એક મર્સિડીઝ કાર ચાલકે સાઈકલ સવાર યુવકને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી નાખ્યો હતો. આ ટક્કર એટલી ભીષણ હતી કે સાઈકલ સવાર યુવક ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો.
અકસ્માત બાદ મર્સિડીઝ ચાલક ફરાર
આ ઘટના વિશે જાણકારી આપતાં પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર અકસ્માત કરીને તાત્કાલિક ફરાર થઇ ગયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ રાજેશ તરીકે થઇ હતી. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી લીધી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.