Get The App

મધ્યપ્રદેશના ઉમરિયામાં કાર ઝાડ સાથે અથડાઈ, શાહડોલના ખનિજ નિરીક્ષક સહિત 5 લોકોના મોત

અકસ્માતની ઘટના ઉમરિયા જિલ્લાના મજગવાન ગામ નજીક NH-43 પર બની હતી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
મધ્યપ્રદેશના ઉમરિયામાં કાર ઝાડ સાથે અથડાઈ, શાહડોલના ખનિજ નિરીક્ષક સહિત 5 લોકોના મોત 1 - image


Car collides with tree in MP:  મધ્યપ્રદેશના ઉમરિયા (Umaria)માં એક મોટી અકસ્માતની ઘટના બની છે જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી.

અકસ્માતની ઘટના NH-43 પર બની હતી

મધ્યપ્રદેશમાં ફરી એકવાર ઝડપનો કહેર જોવા મળ્યો હતો. શહડોલની સરહદે આવેલા ઉમરિયા જિલ્લાના પાલી રોડ પર ગત મોડી રાત્રે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ખનિજ વિભાગ શહડોલમાં તૈનાત નિરીક્ષક પુષ્પેન્દ્ર ત્રિપાઠી, પબ્લિક સર્વિસ મેનેજર અવિનાશ દુબેનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતની મળતી માહિતી મુજબ, ઉમરિયા જિલ્લાની ઘુંઘુટી ચોકી હેઠળ ગત મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.

ત્રણના ઘટનાસ્થળે જ્યારે બેના હોસ્પિટલ પહોંચતા સમયે મોત થયા

આ અકસ્માતમાં શાહડોલના રહેવાસી પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં પહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે જિલ્લા હોસ્પિટલ શહડોલ પહોંચતી વખતે બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઉમરિયા જિલ્લાના પાલી પોલીસ સ્ટેશન હેઠળના ઘુંઘુટી ચોકીના મજગવાન ગામ નજીક NH-43 પર બની હતી.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News