Get The App

1 સેકન્ડમાં 1 કિ.મી.ની ઝડપે નિશાન ભેદવામાં સક્ષમ, ભારતે પિનાકા રૉકેટ લોન્ચર સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
1 સેકન્ડમાં 1 કિ.મી.ની ઝડપે નિશાન ભેદવામાં સક્ષમ, ભારતે પિનાકા રૉકેટ લોન્ચર સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ 1 - image


Image: Facebook

Pinaka Rocket Launcher System: ભારતે ગુરુવારે એક વાર ફરી મોટી સફળતા પ્રાપ્ત કરતાં પિનાકા રૉકેટ લોન્ચર સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પરીક્ષણો દરમિયાન રૉકેટના વ્યાપક પરીક્ષણના માધ્યમથી પ્રોવિઝનલ સ્ટાફ ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ એટલે કે પીએસક્યુઆરના માપદંડો જેમ કે રેન્જિંગ, ચોક્કસાઈ, સ્થિરતા અને સેલ્વો મોડમાં ઘણા લક્ષ્યો પર નિશાન સાધવાના દરનું આકલન કરવામાં આવ્યું છે.

12 રૉકેટોનું કરવામાં આવ્યું હતું પરીક્ષણ

ડીઆરડીઓએ પીએસક્યુઆર વેલિડેશન ટેસ્ટના ભાગ તરીકે નિર્દેશિત પિનાકા રૉકેટ લોન્ચર સિસ્ટમને સફળતાપૂર્વક પૂરી કરી દીધી છે. સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી કે લોન્ચર ઉત્પાદન એજન્સીઓ દ્વારા અપગ્રેડ કરવામાં આવેલા બે ઇન-સર્વિસ પિનાકા લોન્ચરથી કુલ બાર રૉકેટોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

શું છે પિનાકા રૉકેટ?

પિનાકા રૉકેટ સિસ્ટમ, દુશ્મનો માટે કાળ બનીને તૂટશે. આની મારક ક્ષમતામાં જોરદાર વધારો થયો છે. હવે આ 75 કિલોમીટર દૂર સુધી 25 મીટરના દાયરામાં ચોક્કસ નિશાન લગાવી શકશે. તેની ઝડપ 1000-1200 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે એક સેકન્ડમાં એક કિલોમીટર. ફાયર થયા બાદ તેને રોકવું અશક્ય છે. પહેલા પિનાકાની મારક ક્ષમતા 38 કિલોમીટર હતી, જે હવે વધીને 75 કિલોમીટર થઈ જશે. આની ચોક્કસતા પણ પહેલેથી ઘણી શ્રેષ્ઠ થઈ છે.

આ પણ વાંચો: 'સહમતિ છતાં સગીર પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાય', બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

આ છે ખાસિયત

મલ્ટી-બેરલ રૉકેટ સિસ્ટમ પિનાકામાં બે પોડ્સ હોય છે, જેની એક બેટરીમાં છ લોન્ચ વાહન હોય છે.

આ માત્ર 44 સેકન્ડની અંદર સાલ્વો મોડમાં તમામ 12 રૉકેટોને ફાયર કરી શકે છે એટલે કે દર 4 સેકન્ડમાં એક રૉકેટ.

આની લોડર સિસ્ટમ, રડાર અને નેટવર્ક આધારિત સિસ્ટમ એક કમાન્ડ પોસ્ટ સાથે જોડાયેલા હોય છે.

વર્તમાનમાં આ 2 પ્રકારના છે. પહેલા માર્ક જેની રેન્જ 40 કિલોમીટર છે અને બીજો માર્ક-II જેની રેન્જ 75 કિલોમીટર છે.

સેનાની તાકાત વધશે

ઉડાન પરીક્ષણ અલગ-અલગ ફીલ્ડ ફાયરિંગ રેન્જ ત્રણ તબક્કામાં આયોજિત કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણો માટે ડીઆરડીઓ અને ભારતીય સેનાના વખાણ કર્યાં છે અને કહ્યું કે આ ગાઇડેડ પિનાકા રૉકેટ સિસ્ટમને સામેલ કરવાથી સશસ્ત્ર દળોની તોપખાનાની મારક ક્ષમતામાં વધારો થશે.

ફ્રાન્સ અને આર્મેનિયાએ રસ દાખવ્યો

પિનાકા રૉકેટ લોન્ચરને અમેરિકાના હિમર્સ સિસ્ટમ સમાન માનવામાં આવે છે અને આ ભારતની પહેલી મુખ્ય સંરક્ષણ નિકાસ રહી છે. જોકે, યુદ્ધ લડી રહેલા આર્મેનિયાએ આનો પહેલો ઑર્ડર અમને આપ્યો હતો. હવે ફ્રાન્સે પણ આ રૉકેટ સિસ્ટમમાં રસ દાખવ્યો છે.

ચીન-પાક.ની વધશે બેચેની 

પિનાકા રૉકેટ લોન્ચરનો ઉપયોગ પહેલેથી જ ભારતીય સેના કરી રહી છે. આને પાકિસ્તાન અને ચીન સરહદ પર તૈનાત કરવામાં આવ્યું છે. આની ક્ષમતા વધવાથી હવે બંને દેશોની બેચેની પણ વધી જશે.


Google NewsGoogle News