Get The App

વિદ્યાર્થીઓને અનિશ્ચિતતામાં ના ધકેલી શકીએ, UGC- NET પરીક્ષા રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓને અનિશ્ચિતતામાં ના ધકેલી શકીએ, UGC- NET પરીક્ષા રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી 1 - image


Image: Facebook

UGC-NET Exam Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે યુજીસી-નેટ પરીક્ષા માટે બીજીવખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપનારી અરજી ફગાવી દીધી. અરજીકર્તાઓએ 18 જૂને આયોજિત થયેલી યુજીસી-નેટ પરીક્ષાને રદ કરવા અને બીજીવખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપ્યો હતો. આ સંબંધિત દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આની પર સુનાવણીથી ઈનકાર કરી દીધો. યુજીસી-નેટ પરીક્ષાનું આયોજન બીજીવખત 21 ઓગસ્ટે થઈ રહ્યું છે. 

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે 9 લાખ લોકો પરીક્ષા આપવાના છે. તેમને અનિશ્ચિતતામાં ધકેલી શકાય નહીં. અમુક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જૂનમાં થયેલી પરીક્ષાને રદ કરી દેવાઈ હતી. તેની સીબીઆઈ તપાસ ચાલુ છે દરમિયાન જ્યાં સુધી સીબીઆઈ તપાસ ચાલી રહી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજિત કરવી જોઈએ નહીં. યુજીસી નેટ પરીક્ષા 18 જૂને આયોજિત થઈ હતી પરંતુ આગલા જ દિવસે તેને રદ કરી દેવાઈ, કેમ કે સરકારને આ પરીક્ષામાં ગડબડી હોવાની જાણકારી મળી હતી. 

વિદ્યાર્થીઓ વચ્ચે અનિશ્ચિતતા વધશે

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એ વાત પર જોર આપ્યું કે પરીક્ષા રદ કરીને બીજી વખત કરવાના નિર્ણયને બે મહિના વીતી ચૂક્યા છે. દરમિયાન અરજી પર વિચાર કરવાથી વિદ્યાર્થીઓ વચ્ચે અનિશ્ચિતતા વધશે અને તેના કારણે અરાજકતાનું વાતાવરણ ઊભું થઈ જશે. 

ચીફ જસ્ટિસે કહ્યું, 'આને અંતિમરૂપમાં રહેવા દો, આપણે એક આદર્શ દુનિયામાં રહેતાં નથી. 21 ઓગસ્ટે પરીક્ષા થવા દો, વિદ્યાર્થીઓ માટે નિશ્ચિતતા જળવાઈ રહે.' બેન્ચે કહ્યું કે પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ લઈ રહ્યાં છે અને માત્ર 47 અરજીકર્તાઓએ તેને પડકાર આપ્યો છે. 

ગડબડીનું ઈનપુટ મળ્યા બાદ રદ થઈ હતી યુજીસી-નેટ પરીક્ષા

ઉલ્લેખનીય છે કે યુજીસી-નેટ 2024 પરીક્ષા 18 જૂને થઈ હતી, જેમાં 9 લાખથી વધુ ઉમેદવાર સામેલ થયા હતાં. શિક્ષણ મંત્રાલયે 19 જૂને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી. મંત્રાલયે કહ્યું કે તેને ગૃહ મંત્રાલય હેઠળ નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ દ્વારા જણાવાયુ હતું કે પરીક્ષામાં કંઈક ગડબડી થઈ છે, તે બાદ તેને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પછી તપાસ માટે મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો.


Google NewsGoogle News