કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી? કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં
Cancer - Diabetes Drugs : મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર હવે દવાઓના ભાવમાં 1.7 ટકાનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા
કેમ વધી રહ્યા છે દવાઓના ભાવ?
સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'દવાઓની કિંમત વધતા ફાર્મા ઇન્ડસ્ટ્રીને રાહત મળી શકે છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કાચા માલ અને અન્ય ખર્ચાઓ વધી રહ્યા છે.'
નવા ભાવોની અસર બે થી ત્રણ મહિના બાદ જોવા મળશે
સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારો કર્યા પછી તેની અસર બે થી ત્રણ મહિના બાદ જોવા મળશે. કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: વોટ્સએપ મેસેજથી ક્રિપ્ટોકરન્સી, ગૂગલ મેપ્સથી રોકડ રકમ ઝડપાઈ: સીતારમણે આપી જાણકારી
ફાર્મા કંપનીઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ
ફાર્મા ઇન્ડસ્ટ્રીમાંની કંપનીઓ પર ઘણીવાર ઉલ્લંઘનનો આરોપ લાગતા રહે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ પ્રમાણે ફાર્મા કંપનીઓ વારંવાર માન્ય કિંમત વધારાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસોમાં ફાર્મા કંપનીઓને નિયમોને તોડતી શોધી કાઢી છે.