ભારત-કેનેડા રાજદ્વારી વિવાદની અસર સૈન્ય સંબંધો પર નહીં પડે, કેનેડિયન આર્મી ડેપ્યુટી ચીફનો દાવો

કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો

ભારત-કેનેડા વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ભારત-કેનેડા રાજદ્વારી વિવાદની અસર સૈન્ય સંબંધો પર નહીં પડે, કેનેડિયન આર્મી ડેપ્યુટી ચીફનો દાવો 1 - image


India-Canada Row: કેનેડાએ જ્યારથી ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર ( Hardeep Singh Nijjar)ની હત્યાનો આરોપ લગાવ્યો છે ત્યારથી બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ ઉભી થઈ છે. ભારત અને કેનેડા વચ્ચે આ તણાવ (tension between India and Canada) દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે કેનેડિયન આર્મી ડેપ્યુટી ચીફે મોટુ નિવેદન આપ્યું છે.

રાજદ્વારી વિવાદની અસર દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર નહી પડે : પીટર સ્કોટ

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડિયન આર્મીના ડેપ્યુટી કમાન્ડર મેજર જનરલ પીટર સ્કોટે (Major General Peter Scott) કહ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદ (India-Canada diplomatic dispute)ની વર્તમાન દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર કોઈ અસર પડશે નહીં. 

30 કરતા વધુ દેશોના સૈન્ય અધિકારીઓ સામેલ

ઈન્ડો-પેસિફિક આર્મી ચીફ્સ કોન્ફરન્સ (IPACC)માં પીટર સ્કોટ કેનેડિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં 30થી વધુ દેશોના સૈન્ય પ્રતિનિધિમંડળ સામેલ થયા છે. તેમણે દ્વિપક્ષીય સૈન્ય સંબંધો (Bilateral military relations) પર કહ્યું હતું કે આ સમયે જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી તેનું આ વિવાદ પર અમારા પર કોઈ અસર પડશે નહીં. અમે પ્રયત્ન કરવા અને ઉકેલ લાવવા માટે આ મામલાને રાજકીય સ્તરે છોડી દઈએ છીએ. આ ઉપરાંત મેજર જનરલ સ્કોટે વધુમાં કહ્યું હતું કે અમે અહીં આવીને ખુશ છીએ અને અમને બિલકુલ નથી લાગતું કે આ મુદ્દો પરિસ્થિતિને વધુ બગાડશે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News