ખાલીસ્તાનીઓનું સ્વર્ગ બનેલું કેનેડા ગરીબી અને ભૂખમરાથી બેહાલ બની ગયું છે
- ફૂડ-બેન્કના રીપોર્ટે ટ્રુડોની ઊંઘ ઉડાડી દીધી છે, રીપોર્ટ પ્રમાણે 13 મુદ્દાઓ ઉપર કેનેડા ફેઈલ છે : 'ડી' કેટેગરીમાં મુકાયું છે
નવી દિલ્હી : ખાલીસ્તાનીઓની ખિદમતમાં લાગેલી જસ્ટિન ટ્રુડો સરકારની નિરર્થકતાથી પોલ ખુલી ગઈ છે. કેનેડાની જ ફૂડબેન્કે એક રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ગરીબી, ભુખમરા અને બેકારીના અંકમાં જબરજસ્ત ઉછાળ આવ્યો છે. ફૂડ-બેન્કના રીપોર્ટ પ્રમાણે દેશમાં ૨.૮ મિલિયન લોકો ગરીબીમાં ફસાઈ ગયા છે. જ્યારે ૭૦ લાખ લોકો માટે તો ખાવા-પીવાનું સંકટ ઉપસ્થિત થયું છે. દેશની ૧૮ ટકા વસ્તી ખાધાની સંકટ સહન કરી રહી છે.
રીપોર્ટમાં તેમ પણ કહેવાયું છે કે દેશના પુર્વતમ રાજ્ય નોવા સ્કોશિયામાં તો સૌથી ખરાબ સ્થિતિ છે. ત્યાં ગરીબોને પુરતું ભોજન મળી શકતું જ નથી.
આ રીપોર્ટમાં ૧૩ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. તે પ્રમાણે દરેક અંકોએ નોવા સ્કોશિયા સૌથી નીચા સ્થાને છે. તે રાજ્યોને 'એફ' કેટેગરીમાં મુકી દેવાયું છે. મંગળવારે સાંજે પ્રકાશિત કરાયેલા આ રીપોર્ટ પ્રમાણે દરેક અંકોની ગણતરી કરી સમગ્ર રાષ્ટ્રને 'ડી' કેટેગરીમાં મુકાયું છે.
ફૂડ-બેન્ક કેનેડાના સીઈઓ કર્સ્ટન બીયર્ડસ્લેએ એક મુલાકાતમાં ટીવી ચેનલ CTV ન્યૂઝને જણાવ્યું હતું કે કેનેડા સરકાર ગરીબી ઓછી કરવાના પોતાના દ્રષ્ટિકોણમાં સ્પષ્ટ રીતે નિષ્ફળ ગઈ છે. તેઓએ દરેક સ્થળે સખત મહેનત કરવાની જરૂર છે.
આ રીપોર્ટમાં ટ્રુડો સરકારની પહેલાની સરકારની કાર્યવાહી સાથે પણ તુલના કરાઈ છે.
રીપોર્ટમાં દરેક સરકારનું ચાર ભાગમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તે નીચે ગરીબીનો અનુભવ, ગરીબીનો ઉપાય, ભૌતિક અભાવ (જીવન-સ્તર) અને તેમનો સામનો કરાવાના ઉપાયો પણ દર્શાવાયા છે. સરકારી અને સાર્વજનિક ડેટા અને સર્વેક્ષણોનાં મિશ્રણનો ઉપયોગ કરી આ શોધ-સંસ્થાએ દરેક અંકો પ્રમાણે ગ્રેડ આપ્યા છે. આ રીપોર્ટમાં પ્રાંતીય સરકારો અને સંઘીય સરકાર વચ્ચે તુલના પણ કરવામાં આવી છે. સાથે દેશમાં કઈ જાતિઓ કાર્યરત છે અને કઈ જ્ઞાાતિઓ બેઅસર છે. તે પણ દર્શાવવામાં આવ્યું છે તેમાં કહેવાયું છે કે લોકોને આવાસ માટે આવકનો ૩૦ % થી વધુ ખર્ચ કરવો પડે છે. તે ઉપરાંત ગરીબીનો દર, બેકારીનો દર, અસમાન જીવનનો દર, મોંઘવારી, ખાદ્યની સંકટ વિષે પણ અભ્યાસ કરાયો છે, સાથે કહ્યું છે કે દેશમાં બેકારી વધી રહી છે.