કંબોડિયામાં સૈન્ય મથક પર ભયંકર બ્લાસ્ટ, 20 સૈનિકો માર્યા ગયા, અનેક ઈજાગ્રસ્ત
Cambodia News : કંબોડિયાના એક સૈન્ય મથક પર ભયંકર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 20 સૈનિકોના મોત થયા છે. કંબોડિયાના વડાપ્રધાન હુન મૈનેટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે, હજુ સુધી વિસ્ફોટનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ તપાસના આદેશ આપી દેવાયા છે.
કમ્પોંગ સ્પૂ પ્રાંતમાં સૈન્ય અડ્ડા પર વિસ્ફોટ
વડાપ્રધાન મૈનેટ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, શનિવાર બપોરે કંબોડિયાના પશ્ચિમમાં એક સૈન્ય મથક પર બોમ્બ વિસ્ફોટ થયો. જેમાં 30 સૈનિકો માર્યા ગયા અને કેટલાક ઈજાગ્રસ્ત થઈ. ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને મદદ કરવાના પણ આદેશ અપાયા છે.
પીએમ માનેટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, તેમને કમ્પોંગ સ્પૂ વિસ્તારમાં સૈન્ય બેઝ પર વિસ્ફોટના સમાચાર મળ્યા. હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિસ્ફોટનું કારણ શું છે. પીએમ મૈનેટે મૃતક સૈનિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સાથે જ વડાપ્રધાને આ વિસ્ફોટમાં મૃત્યુ પામનારા સૈનિકોના પરિવારજનોને વચન આપ્યું છે કે સરકાર તમામ મૃતક સૈનિકોના અંતિમ સંસ્કારની ચૂકવણી કરશે. મૃતકોના અને ઈજાગ્રસ્તોના પરિવારને સરકાર સહાય પણ આપશે.