Get The App

મહિલાના શરીરને જોઇને 'ફાઇન' કહેવું જાતીય સતામણી

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
મહિલાના શરીરને જોઇને 'ફાઇન' કહેવું જાતીય સતામણી 1 - image


- મહિલા અંગે અભદ્ર ટિપ્પણી કરી વાંધાજનક મેસેજ મોકલનારા સામેની ફરિયાદ રદ કરવાની માગ કેરળ હાઇકોર્ટે ફગાવી

- ખરાબ ઇરાદા સાથે મહિલાને ઇશારા કરવા, અણછાજતો શબ્દ બોલવો કે સિટી જેવા અવાજનો ઉપયોગ કરવો એ પણ અપરાધ ગણાય : કેરળ હાઇકોર્ટ

- આઇપીસીની કલમ 354એ અને 509 હેઠળ આરોપી સામેની ક્રિમિનલ કાર્યવાહીને હાઇકોર્ટની લીલીઝંડી

તિરૂવનંતપુરમ : મહિલાઓની જાહેર રસ્તા પર અવારનવાર સતામણી થતી હોય છે, મહિલાઓ અંગે વાંધાજનક ટિપ્પણી કરાતી હોવાની પણ અનેક ફરિયાદો પણ સામે આવી ચુકી છે. એવામાં કેરળ હાઇકોર્ટે સમાજના આવા લોકો માટે આંખ ઉઘાડતો ચુકાદો આપ્યો છે. કેરળ હાઇકોર્ટે એક મામલામાં કહ્યું છે કે પુરુષ દ્વારા મહિલાના શરીર અંગે ટિપ્પણી કરીને 'ફાઇન' એવુ કહેવું પણ પ્રાથમિક  દ્રષ્ટીએ જાતીય સતામણી જ ગણાય. આ સાથે જ હાઇકોર્ટે આરોપીની ફરિયાદ રદ કરવાની માગણી પણ ફગાવી હતી. જાહેર રસ્તા પર યુવતીઓ-મહિલાઓની છેડતી કરનારાઓ કે મનફાવે તેવી ટિપ્પણી કરનારાઓ માટે આ ચુકાદો કાયદાનું ભાન કરાવતો માનવામાં આવે છે. 

કેરળ હાઇકોર્ટના ન્યાયાધીશ એ. બદરૂદીને આ મામલાની સુનાવણી કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી વર્ષ ૨૦૧૩થી તેની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો હતો. બાદમાં વર્ષ ૨૦૧૬-૧૭માં વાંધાજનક મેસેજ અને વોઇસ કોલ કરવાનું પણ શરૂ કરી દીધુ હતું. મે આ મામલે પોલીસ સમક્ષ ફરિયાદ કરી હોવા છતા મારી આ રીતે સતામણી કરતો રહેતો હતો. આ મામલામાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની સામે આઇપીસીની કલમ ૨૫૪એ (યૌન ઉત્પીડન), ૫૦૯ (મહિલાની ગરિમાને અપમાનિત કરવી) તેમજ કેરળ પોલીસ કાયદાની કલમ ૧૨૦(ઓ) (પત્ર, લેખિત, સંદેશો મોકલીને અન્ય કોઇ પણ કોમ્યુનિકેશનના માધ્યમનો ઉપયોગ કરીને કોઇને પરેશાન કરવા) વગેરે કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. 

આ તમામ આરોપોનો વિરોધ કરીને આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં તેણે ફરિયાદ રદ કરવાની માગણી કરી હતી. આ અરજીનો વિરોધ કરતા મહિલા અને સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે પીડિતા કેસેબમાં કામ કરતી હતી તે દરમિયાન આરોપીએ તેના શરીરને નિહાળીને ફાઇન એવુ કહ્યું હતું. જ્યારે આરોપીએ એવી દલીલ કરી હતી કે જો કોઇ વ્યક્તિનું શરીર સુંદર હોય તો તે અંગેની ટિપ્પણીથી જાતીય સતામણી નથી થઇ જતી. 

હાઇકોર્ટે બન્નેની દલીલો સાંભળ્યા બાદ આરોપીની ફરિયાદ રદ કરવાની માગણીને ફગાવી હતી. સાથે જ તેને કાયદાનું પણ ભાન કરાવ્યું હતું. 

હાઇકોર્ટના ન્યાયાધીશ બદરૂદીને કહ્યું હતું કે મહિલાની ગરિમાનું અપમાન કરવાના ઇરાદાથી કોઇ શબ્દ બોલવો, ઇશારો કરવો કે એવા પ્રકારની કોઇ ધ્વનીનો ઉપયોગ કરવો આઇપીસીની કલમ ૫૦૯ હેઠળ ગુનો ગણાય. જ્યારે કલમ ૩૫૪એ મુજબ કોઇ પુરુષ મહિલાઓ અંગે ઇરાદાપૂર્વક લૈંગિક ઉત્યુક્ત ટિપ્પણીઓ કરે તો તે જાતીય સતામણીનો ગુનો ગણાય. કેરળ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કેવા પ્રકારના કૃત્યોને અપરાધ ગણવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ આરોપીની સામે નીચલી કોર્ટમાં ચાલી રહેલી ક્રિમિનલ કાર્યવાહીને અટકાવવાની પણ ના પાડી દીધી હતી. 

આઇપીસીની કલમ 354એ હેઠળ આ ગુનો છે

- પુરુષ દ્વારા મહિલાનો શારીરિક સંપર્ક, મરજી વિરુદ્ધ લાભ ઉઠાવવાનો પ્રયાસ

- મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ માટેની માગણી કરવી 

- સેક્સુઅલી કલરેડ ટિપ્પણી કરવી જાતીય સતામણી ગણાય.

- આ ત્રણેય અથવા કોઇ એક પણ અપરાધ માટે દોષિત ઠરે તો ત્રણ વર્ષની આકરી કેદની સજા, આર્થિક દંડ અથવા બન્ને થઇ શકે છે.


Google NewsGoogle News