પૂછ્યા વગર કૉલ રેકોર્ડિંગ કરવા પર પણ થઈ શકે છે સજા, જાણો શું કહે છે કાયદો

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
પૂછ્યા વગર કૉલ રેકોર્ડિંગ કરવા પર પણ થઈ શકે છે સજા, જાણો શું કહે છે કાયદો 1 - image


Image:Freepik

Call Recording Punishment: આજના જમાનામાં મોબાઇલ લોકોની પ્રથમ પ્રાયોરિટી બની ગયો છે. ખાસ કરીને કોલ કરીને લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. ઘણા એવા લોકો હોય છે જેમને કોલમા શું વાત થઇ તે યાદ રાખવા માટે કોલ રેકોર્ડ કરીને પછીથી સાંભળે છે. પરંતુ શું તમે જાણો છો કે, કોઈનો કોલ રેકોર્ડ કરતા પહેલા તમારે પરવાનગી લેવી પડે છે. જો તમે કોઈની પરવાનગી વગર તેનો કોલ રેકોર્ડ કરો છો તો તે ગુનો છે.

કોલ રેકોર્ડ કરી શકાય?

તેની મરજી વિરુદ્ધ કોઈનો કોલ રેકોર્ડ કરવો. તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આવા કિસ્સાઓમાં, તમારી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ થઈ શકે છે.

બંધારણમાં ભારતીય નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં હવે ગોપનીયતાનો અધિકાર પણ મૂળભૂત અધિકાર છે.

પરવાનગી વિના કોઈના કોલને રેકોર્ડ કરવું એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ આપવામાં આવેલા ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.

આવા કિસ્સામાં જો કોલ રેકોર્ડ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ કરવામાં આવે તો. ત્યારે તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

આર્ટિકલ 21માં રાઈટ ટુ પ્રાઈવસી શું કહે છે

બંધારણમાં ભારતીય નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. હવે ગોપનીયતાનો અધિકાર પણ મૂળભૂત અધિકાર છે. પરવાનગી વિના કોઈના કોલને રેકોર્ડ કરવું એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ આપવામાં આવેલા ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. આવા કિસ્સામાં, જો કોલ રેકોર્ડ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે, તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. તેને જેલ પણ જવું પડી શકે છે.


Google NewsGoogle News