Get The App

કોલકાતા મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ સીબીઆઈ કરશે, કલકત્તા હાઈકોર્ટનો આદેશ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
કોલકાતા મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ સીબીઆઈ કરશે, કલકત્તા હાઈકોર્ટનો આદેશ 1 - image


Image Source: Twitter

Kolkata Doctor Rape-Murder Case: કલકત્તા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજની ટ્રેઈની ડોક્ટર સાથે થયેલા રેપ અને હત્યાકાંડના CBI તપાસનો આદેશ આપી દીધો છે. હાઈકોર્ટે તમામ દસ્તાવેજ તાત્કાલિક CBIને સોંપવા માટે કહ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. 

ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે પૂછ્યું કે પોલીસે હજુ સુધી આરજી કર મેડિકલ કોલેજના તત્કાલિન પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની પૂછપરછ કેમ નથી કરી. હાઈકોર્ટે કહ્યું કે તપાસમાં કંઈક ખૂટે છે. જ્યારે ડો. સંદીપ ઘોષે નૈતિક જવાબદારી લઈને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું તો રાજીનામું આપ્યા બાદ તરત જ અન્ય મેડિકલ કોલેજમાં તેમની નિમણૂક કેવી રીતે થઈ શકે? સૌથી પહેલા તેમની પૂછપરછ થવી જોઈએ પરંતુ તેની પૂછપરછ ન થઈ.

કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું કે, સંદીપ ઘોષને લાંબી રજા પર મોકલી દો. જો તમે કંઈ ન કરશો તો અમારે ઓર્ડર પાસ કરવો પડશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે કે જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું હતું તો તે કેસમાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ ફરિયાદ કેમ આપવામાં ન આવી? આ બાબત શંકાને જન્મ આપે છે.

દેશભરમાં હડતાળ

FAIMA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન)એ 13 ઓગસ્ટ મંગળવારથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું. જેમાં દેશભરમાં ઓપીડી સેવાઓ બંધ રાખવા જણાવાયું હતું. જો કે આ પહેલા FORDA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન)એ પણ દેશભરમાં હડતાળનું એલાન કર્યું હતું. 

આ પણ વાંચો: પ.બંગાળમાં બર્બરતા, ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસે CCTVની મદદથી નરાધમને પડક્યો

9 ઓગષ્ટના રોજ સવારે આરજી કર હોસ્પિટલના ઈમરજન્સી બિલ્ડિંગના સેમિનાર હોલમાંથી 31 વર્ષીય ટ્રેઈની મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તે નાઈટ ડ્યુટી પર હતી. ડોક્ટરના પ્રાઈવેટ પાર્ટ, આંખ અને મોંમાંથી લોહી નીકળતું હતું. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું. આ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. આ મામલે આરોપી સંજયની ધરપકડ પણ કરવામાં આવી છે. તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 



Google NewsGoogle News