આયુષ્યમાન યોજના અંગે કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, 70 વર્ષથી ઉપરના વૃદ્ધો માટે કરી આ જાહેરાત

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
આયુષ્યમાન યોજના અંગે કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, 70 વર્ષથી ઉપરના વૃદ્ધો માટે કરી આ જાહેરાત 1 - image


Above 70 years will Get the benefit of Ayushman Yojana : આજે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં વિશેષ કરીને વયોવૃદ્ધ લોકો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.  કેબિનેટ બેઠકમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને 'આયુષ્માન યોજના' માં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને મળશે મફત આરોગ્ય વીમા કવચ 

કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચ સાથે લાભ આપવાનો છે. સરકારે કહ્યું કે, આ યોજના હેઠળ લાભાર્થી પાત્રોને એક નવું અલગ કાર્ડ આપવામાં આવશે.

કેબિનેટની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિબદ્ધતા બતાવી હતી, કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આયુષ્માન ભારત યોજના હેઠળ પહેલાથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે રૂ. 5 લાખ સુધીનું વધારાનું ટોપ-અપ કવર આપવામાં આવશે. તેમજ જો વરિષ્ઠ નાગરિકો હાલમાં કેન્દ્ર સરકારની કોઈપણ આરોગ્ય યોજના હેઠળ લાભ લેતા હશે તો, તેમની પાસે આયુષ્માન ભારત પર સ્વિચ કરવાનું ઓપ્શન રહેશે. 

સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન ભારતનો લાભ અપાશે 

70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના લાભો મેળવવા પાત્ર રહેશે. પાત્ર વરિષ્ઠ નાગરિકોને AB PM-JAY હેઠળ નવું અલગ કાર્ડ આપવામાં આવશે.


Google NewsGoogle News