બિહારમાં મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપના 12 અને JDUના 9, પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવીએ લીધા શપથ
Bihar Cabinet Expansion: બિહાર મંત્રીમંડળના વિસ્તરણ માટે રાજભવન ખાતે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં અશોક ચૌધરી, રેણુ દેવી, લેસી સિંહ, નીરજ બબલુ, મદન સાહની અને નીતિન નબીને શપથ લીધા છે.
નીતિશ મંત્રીમંડળમાં 'સ્પેશિયલ 21'ની એન્ટ્રી
નીતિશની મંત્રીમંડળમાં કુલ 21 ચહેરાઓને સ્થાન મળ્યું છે. રેણુ દેવી, મંગલ પાંડે, નીરજ કુમાર બબલુ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સાહની, નીતિશ મિશ્રા, નીતિન નવીન, દિલીપ કુમાર જયસ્વાલ, મહેશ્વર હજારી, શીલા કુમારી મંડળ, સુનીલ કુમાર, જનક રામ, હરિ સાહની, કૃષ્ણનંદન પાસવાન, જયંત રાજ જામા ખાન, રત્નેશ સદા, કેદાર પ્રસાદ ગુપ્તા, સુરેન્દ્ર મહેતા અને સંતોષ કુમાર સિંહ નવા મંત્રી બન્યા છે.
ભાજપના 12 અને JDUના 9 મંત્રીઓ
આ વખતે બિહારના મંત્રીમંડળમાં ભાજપના 12 મંત્રીઓ રાખવામાં આવ્યા છે, જ્યારે જેડીયુને માત્ર 9 મંત્રીઓથી સંતોષ માનવો પડ્યો છે. કારણ કે ભાજપના સમર્થનથી સરકાર બની છે, તેથી તે પક્ષ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 6 ઉચ્ચ જાતિ, 6 દલિત (SC), 4 અત્યંત પછાત (OBC), 4 પછાત (BC), 1 મુસ્લિમ સમુદાયમાંથી મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવી, મંગલ પાંડે, નીરજ કુમાર સિંહ અને જેડીયુના અશોક ચૌધરીએ શપથ લીધા છે. JDU કેમ્પમાંથી મહેશ્વર હજારી, મદન સાહની, લેસી સિંહ, અશોક ચૌધરી, નીરજ બબલુને મંત્રી બનાવવામાં આવ્યા છે.