ખેડૂતો માટે રૂ. 24475 કરોડની સબસિડી મંજૂર, કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
ખેડૂતો માટે રૂ. 24475 કરોડની સબસિડી મંજૂર,  કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય 1 - image


big decision of the Union Cabinet in the interest of farmers : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની કેબિનેટમાં ખેડુતોને લાભ આપવાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.

NPK ખાતરો પર રુ. 24,475 કરોડની સબસિડીને મંજૂરી

તેમણે કહ્યું, " આજે NPK ખાતરો (નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ) માટે રૂ. 24,475 કરોડની સબસિડી ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં પુરવઠા શૃંખલા અને વૈશ્વિક કિંમતોમાં જે અસ્થિરતા ચાલી રહી રહી છે, તેમાંથી ખેડૂતોને કોઈ નુકસાન ન થાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. ખાસ કરીને મધ્ય પૂર્વ અને યુક્રેનના સંઘર્ષથી પેદા થયેલા પડકારોથી ખેડૂતોને કોઈ અસર ન થાય તે માટે સરકારે મોટા નિર્ણયો લીધા છે."

ખેડૂતોની મદદ માટે PM-ASHA પર 35,000 કરોડ રૂ. ખર્ચાશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, "કેબિનેટે પીએમ અન્નદાતા આવક સુરક્ષા યોજના- PM-ASHA માટે 35,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તો, પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન હેઠળ આદિવાસી કલ્યાણ માટે 79,156 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. 


Google NewsGoogle News