Get The App

C-295 એરક્રાફ્ટની જાણો વિશેષતા જેને સ્પેનની કંપની ગુજરાતના વડોદરામાં કરશે તૈયાર

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
C-295 Aircraft


C-295 Aircraft: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સવારે ટાટા-એરબસ દ્વારા સ્થાપીત સૈન્યના કાર્ગો એરક્રાફ્ટના એસેમ્બલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની સૈન્ય માટે વિમાન બનાવશે.

C-295 ઓછા વજનના ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરશે

આ દેશની પ્રથમ ખાનગી ફાઇલન એસેમ્બલી લાઇન છે. જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C-295 ઓછા વજનના ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરશે.

73 સૈનિકો અથવા 48 પેરાટ્રૂપર્સ સાથે ઉડાન ભરી શકે છે

C-295 એરક્રાફ્ટને બે પાયલોટ ઉડાવે છે. તેમજ તેમાં 73 સૈનિકો અથવા 48 પેરાટ્રૂપર્સ અથવા 12 સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા 27 સ્ટ્રેચર મેડેવેક સાથે 4 મેડિકલ એટેન્ડન્ટ મુસાફરી કરી શકશે. તે એક સમયે મહત્તમ 9250 કિલો વજન ઉપાડી શકે છે. તેની લંબાઈ 80.3 ફૂટ, વિંગસ્પૈન 84.8 ફૂટ અને ઊંચાઈ 28.5 ફૂટ છે.

482 કિમી પ્રતિ કલાકની ઝડપે 4587 કિમી સુધી જઈ શકે છે

આ એરક્રાફ્ટમાં 7650 લીટર ફ્યુઅલ કેપેસિટી છે. તે મહત્તમ 482 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની રેન્જ 1277 થી 4587 કિમી છે. તેમ છતાં તેમાં લોડ થયેલા વજન પર પણ આધાર રાખવામાં આવે છે. પરંતુ ફેરી રેન્જ 5 હજાર કિ.મી. 13,533 ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

ટૂંકા રનવેથી પણ લેન્ડિંગ થઈ શકે છે 

ટેક ઓફ કરવા માટે 844 મીટરથી 934 મીટર લંબાઇના રનવેની જરૂર પડે છે. લેન્ડિંગ માટે માત્ર 420 મીટર રનવેની જરૂર છે. હથિયાર અને સંરક્ષણ પ્રણાલી સ્થાપિત કરવા માટે તેમાં છ હાર્ડપોઈન્ટ જે બંને વિંગ્સની નીચે ત્રણ -ત્રણ આપેલા છે. ઇનબોર્ડ પાઈલોન્સમાં 800 કિલોના હથિયાર લગાવી શકાય છે. 

આ પણ વાંચો: શિંદે બાજુમાં જ બેઠા હતા અને મુખ્યમંત્રીના સવાલ પર ફડણવીસનો જવાબ સાંભળી બધા ચોંક્યા

એરક્રાફ્ટને ફાઈનલ ટચ વડોદરા સેન્ટર આપશે 

ટાટાએ ગયા વર્ષે નવેમ્બરથી 40 C-295 એરક્રાફ્ટ માટે મેટલ કટીંગનું કામ શરૂ કર્યું છે. હાલ હૈદરાબાદમાં અસેમ્બલનું કામ કરવામાં આવી રહ્યું છે. હૈદરાબાદમાં એરક્રાફ્ટના મોટાભાગના ભાગોનું નિર્માણ થશે. 

આ પછી એરક્રાફ્ટને વડોદરા મોકલવામાં આવશે અને ફાઈનલ ટચ આપવામાં આવશે. જેમાં એન્જિન લગાવવામાં આવશે, ઈલેક્ટ્રોનિક્સ  ગોઠવવામાં આવશે. ત્યારપછી તેને એરફોર્સને આપવામાં આવશે. 32માં નંબરનું એરક્રાફ્ટ સ્વદેશી હશે. હાલમાં 2 ડઝનથી વધુ દેશો આ વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારત માટે આ એરક્રાફ્ટ કેમ જરૂરી છે?

ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C-295 ઓછા વજનના ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરશે. C-295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના જૂના HS748 એવરોસ એરક્રાફ્ટનું સ્થાન લેશે. આ સિવાય યુક્રેનથી આવેલા એન્ટોનોવ AN-32ને બદલવામાં આવશે.

C-295 એરક્રાફ્ટની જાણો વિશેષતા જેને સ્પેનની કંપની ગુજરાતના વડોદરામાં કરશે તૈયાર 2 - image



Google NewsGoogle News