Get The App

આજે સાત રાજ્યોમાં વિધાનસભાની 13 બેઠકો પર પેટા ચૂંટણી, NDA અને I.N.D.I.A. વચ્ચે ટક્કર

પ. બંગાળની ચાર, હિમાચલની ત્રણ, ઉત્તરાખંડની બે, બિહાર, તમિલનાડુ, મ. પ્ર. અને પંજાબમાં એક-એક બેઠક પર ચૂંટણી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
આજે સાત રાજ્યોમાં વિધાનસભાની 13 બેઠકો પર પેટા ચૂંટણી, NDA અને I.N.D.I.A. વચ્ચે ટક્કર 1 - image


Election News | આજે સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુરના પણ ભાવિનો ફેંસલો થશે. 

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની ચાર, ઉત્તરાખંડની બે,  હિમાચલ પ્રદેશની ત્રણ, બિહારની એક, પંજાબની એક, તમિલનાડુની એક અને મધ્ય પ્રદેશની એક વિધાનસભા  બેઠક પર આજે પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે.  

પશ્ચિમં બંગાળમાં રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલા. હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાગાગઢ, ઉત્તરાખંડમાં બદરીનાથ અને માંગલોર, બિહારની રુપોલી, તમિલનાડુની વિકરાવંદી, મધ્ય પ્રદેશની અમરવાડા, પંજાબની જલંધર પશ્ચિમમાં પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે 42માંથી 29 બેઠકો જીતી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને 22 બેઠકો મળી હતી.

પશ્ચિમ બંગાળમાં ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો મળી હતી. જે ઘટીને 2024ની લોકસભા ચૂંટણીમાં 12 થઇ ગઇ છે. 

ઉત્તરાખંડમાં એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં જે પક્ષની સરકાર હોય છે તે પક્ષ પેટા ચૂંટણી જીતે છે. ઉત્તરાખંડની જ્યારથી રચના થઇ છે ત્યારથી લઇને અત્યાર સુધી થયેલી 15 પેટાચૂંટણીઓમાંથી 14માં સત્તાધારી પક્ષે વિજય પ્રાપ્ત કર્યો છે. 

7 રાજ્યોમાં 13 બેઠકો કેમ ખાલી થઈ? 

રાજ્યમાંબેઠકખાલી થવાનું કારણ
રુપૌલીબિહારધારાસભ્ય બીમા ભારતીએ રાજીનામું આપ્યું
રાયગંજપશ્ચિમ બંગાળધારાસભ્ય કૃષ્ણા કલ્યાણીએ રાજીનામું આપ્યું છે
રાણાઘાટદક્ષિણ પશ્ચિમ બંગાળમુકુટમણિ અધિકારીએ રાજીનામું આપ્યું
બગડાપશ્ચિમ બંગાળબિસ્વજીત દાસે રાજીનામું આપ્યું
માણિકતાલાપશ્ચિમ બંગાળધારાસભ્ય સાધન પાંડેનું નિધન
વિક્રાવંડીતમિલનાડુધારાસભ્ય થિરુ એનપીનું નિધન
અમરવાડામધ્યપ્રદેશધારાસભ્ય કમલેશ પ્રતાપે રાજીનામું આપ્યું
બદ્રીનાથઉત્તરાખંડરાજેન્દ્ર સિંહના રાજીનામા બાદ બેઠક ખાલી થઇ.
મેંગલોરઉત્તરાખંડધારાસભ્ય સરવત અન્સારીનું નિધન
જલંધરપશ્ચિમ પંજાબધારાસભ્ય શીતલ અંગુરાલે રાજીનામું આપ્યું
દેહરાહિમાચલ પ્રદેશધારાસભ્ય હોશાયર સિંહે રાજીનામું આપ્યું
હમીરપુરહિમાચલ પ્રદેશઆશિષ શર્માએ રાજીનામું આપ્યું
નાલાગઢહિમાચલ પ્રદેશકેએલ ઠાકુરનું રાજીનામું

Google NewsGoogle News