સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત, 10 જુલાઈએ મતદાન
By Election-2024 Date : દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 10 જુલાઈએ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 13 જુલાઈએ પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ તમિલનાડુ, મધ્યપ્રદેશ, પંજાબ, બિહારની એક-એક ઉત્તરાખંડની બે, હિમાચલપ્રદેશની ત્રણ અને પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર 10મી જુલાઈએ મતદાન યોજાશે.
10 જુલાઈએ મતદાન, 13મીએ પરિણામ
આ બેઠકો પર નોટિફિકેશન 14મી જૂને બહાર પડાશે. પેટાચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 21મી જૂન નક્કી કરાઈ છે. 24 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26મી જૂન છે. ત્યારબાદ 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ પરિણામ જાહેર થશે. તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં પૂરી થઈ છે.
ભાજપે સાથી પક્ષોના સહારે સરકાર બનાવી
ઉલ્લેખનીય છે કે, દેશમાં 543 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો મુજબ ભાજપ બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. ભાજપે 240 બેઠકો જીતતા તેણે એનડીએના સાથી પક્ષોના સહયોગથી સરકાર બનાવી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથગ્રહણ કર્યા છે. આ ઉપરાંત આજે વડાપ્રધાન કાર્યાલયે આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ 72 સાંસદોને મંત્રાલયોની વહેંચણી કરી દેવામાં આવી છે.
મોદી સરકાર 3.0માં 72 સાંસદોને ફાળવાયા ખાતાં, જુઓ કોને કયું મંત્રાલય અપાયું...