બિઝનેસ બોર્ડ અંગ્રેજીના સ્થાને કન્નડ ભાષામાં હોવા જોઇએ, કર્ણાટકમાં પેચિંદો બનતો મામલો
કન્નડ ભાષાના સમર્થક ગુ્પ કર્ણાટક રક્ષણ વેદિકે (કેઆરવી)એ આગેવાની લીધી
બેંગ્લોર શહેરમાં વિરોધ પ્રદર્શન થથા બે મોલ બંધ કરવાની ફરજ પડી
બેંગ્લોર,૨૭ ડિસેમ્બર,૨૦૨૩,બુધવાર
કર્ણાટકમાં અંગ્રેજીના સ્થાને માર્કેટમાં બોર્ડ કન્નડ ભાષામાં લખવાની માંગણી જોર પકડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેગ્લુરમાં સૌથી મોટા બે મોલ હેબ્બલમાં ફીનિકસ મોલ ઓફ એશિયા અને વ્હાઇટ ફિલ્ડમાં ફીનિકસ માર્કેટ સિટી બંધ કરવાની ફરજ પડી હતી.
કન્નડ ભાષાના સમર્થક ગુ્પ કર્ણાટક રક્ષણ વેદિકે (કેઆરવી)એ કન્નડ સાઇનબોર્ડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કેઆરવીના કાર્યકર્તાઓએ અંગ્રેજી સાઇન બોર્ડ તોડી નાખીને અથવા તો સાઇ ફેંકવા ઉપરાંત મોલ ઓફ એશિયાના પરિસમાં ગોઠવેલા ફૂલોના કુંડા પણ તોડી નાખ્યા હતા. કર્ણાટકમાં 60 ટકા લખાણ સાઇનબોર્ડ પર સ્થાનિક કન્નડ ભાષામાં હોવું જોઇએ તેવો સરકારી આદેશ છે. 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં આદેશનું પાલન નહી થાય તો ટ્રેડિંગ લાયસન્સ રદ્ કરવા સુધીની જોગવાઇ છે.
અંગ્રેજી નેમ પ્લેટ વિરુધ યુદ્ધ છેડનાર કર્ણાટક ડિફેન્સ ફોરમના નારાયણ ગૌડા જૂથ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયું છે. કન્નડ ભાષાની નેમ પ્લેટ લગાવવા બાબતે જે ઉપેક્ષા જોવા મળે છે તેની સામે જૂથને વાંધો છે. કેટલાક વ્યવસાયિક પ્રતિષ્ઠાનો વિરોેધ જોતા નેમ પ્લેટ અંગ્રેજી ઉપરાંત કનન્ડમાં બદલવા લાગ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ વ્યવસાયિક પ્રતિષ્ઠાનોના સાઇન બોર્ડ પર કન્નડ ભાષાને મહત્વ આપવા આગ્રહ કર્યો હતો.
સૂીએમ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે કર્ણાટકમાં જન્મયા હોય, ઉછેર થયો હોય કે અભ્યાસ કર્યો હોય એ બધાને કન્નાડિગા માનવામાં આવે છે. દેશના કાયદા કાનુનનું પાલન કરવું આપણા સોૈનું કર્તવ્ય છે. ડેપ્યુટી સીએમ ડીકે શીવકુમારે સરકારના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો પર થતા હુમલા અને હિંસાને સાંખી લેવામાં નહી આવે એવી ચેતવણી આપી હતી. કન્નડ ભાષાના સમર્થકોએ કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાની સલાહ આપી હતી.