Get The App

અયોધ્યાથી કાશી દર્શન કરવા જતાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓની બસ પલટી ખાઈ ગઈ, 11 ઈજાગ્રસ્ત

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
અયોધ્યાથી કાશી દર્શન કરવા જતાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓની બસ પલટી ખાઈ ગઈ, 11 ઈજાગ્રસ્ત 1 - image


Image: Freepik

Bus Accident in Sultanpur: અયોધ્યાથી કાશી વિશ્વનાથ દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસને પાછળથી ટ્રકે ટક્કર મારી દીધી. જેના કારણે બસમાં સવાર 38 શ્રદ્ધાળુ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. ઈજાગ્રસ્તોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવવામાં આવ્યા. જ્યાં આઠ શ્રદ્ધાળુઓની સ્થિતિ અત્યંત ગંભીર જણાવતાં ડોક્ટરે મેડીકલ કોલેજ રેફર કરી દીધી. તમામ શ્રદ્ધાળુ મહારાષ્ટ્રના છે.

બસમાં સવાર મહિલા શ્રદ્ધાળુ અશ્વિની ડોંગરે અનુસાર 47 લોકો એક ખાનગી બસથી ગત પાંચ નવેમ્બરે મહારાષ્ટ્રના કલ્યાણથી તીર્થયાત્રા માટે નીકળ્યા. રવિવારે અયોધ્યામાં દર્શન, પૂજન બાદ રાત્રે લગભગ અગિયાર વાગે ત્યાંથી કાશી વિશ્વનાથ દર્શન માટે જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતાએ કેન્દ્રીય મંત્રીને કાળિયા કુમારસ્વામી કહેતા વિવાદ, JDSએ કહ્યું- રંગભેદી ટિપ્પણી બદલ રાજીનામું આપો

લખનૌ-વારાણસી ફોરલેન પર લંભુઆના તુલસી નગરમાં એક રેસ્ટોરન્ટ પર ડ્રાઈવર શંભાજી અને ખલાસી મનોજ, મહારાષ્ટ્ર બસ ઊભી કરીને ચા પીવા જતા રહ્યાં. આ દરમિયાન અજાણ્યા ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. બસની સામે પણ પહેલેથી એક ટ્રક ઊભેલી હતી, જેની સાથે તેની ટક્કર થઈ ગઈ. દુર્ઘટનામાં બસમાં સવાર નંદા, કમલ, લક્ષ્મણ, મથુરા, રંજના, કાંતા તાઈ, અંકુશ, શોભા એકનાથ જોશાન, સચિન રતના પાઉસે, ભગવાન હીરામન સહિત 37 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત થઈ ગયા.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવ્યા. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલમાં બેડ ઓછા પડ્યા તો સીઓએ મેડીકલ અધિકારીને મહિલા વિંગમાં પણ ઈજાગ્રસ્તોની સારવાર કરવા માટે કહ્યું. પોલીસે જણાવ્યું કે આઠ ગંભીરરીતે ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને મેડીકલ કોલેજ રેફર કરી દેવાયા છે.


Google NewsGoogle News