તમિલનાડુમાં બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 8નાં મોત, 35થી વધુ ઘવાયા, આ કારણે સર્જાઈ દુર્ઘટના

બસ તમિલનાડુના કોઈમ્બતુર (coimbatore) જિલ્લાના ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
તમિલનાડુમાં બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 8નાં મોત, 35થી વધુ ઘવાયા, આ કારણે સર્જાઈ દુર્ઘટના 1 - image

image  : Screen Grab  Twitter


તમિલનાડુના (Tamilnadu Bus accident) મરાપલમ (Marapalam) પાસે એક બસ ખીણમાં ખાબકી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.  આ દુર્ઘટના શનિવારે સાંજે થઇ હતી. દુર્ઘટનામાં 8 લોકોના મોતના અહેવાલ છે.  દુર્ઘટનામાં 35 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બસ તમિલનાડુના કોઈમ્બતુર (coimbatore) જિલ્લાના ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી ત્યારે તે અકસ્માતનો ભોગ બની હતી.

ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા 

ઈજાગ્રસ્તોને સારવાર માટે કુન્નુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, બસમાં 55 લોકો સવાર હતા જેમાંથી 35 લોકો ઘાયલ થયા હતા અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા કુન્નુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે ડ્રાઈવરે  નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અને બસ કુન્નૂર નજીક મરાપલમ ખાતે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.

  તમિલનાડુમાં બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 8નાં મોત, 35થી વધુ ઘવાયા, આ કારણે સર્જાઈ દુર્ઘટના 2 - image


Google NewsGoogle News