જમ્મુ-કાશ્મીરના ડોડામાં મુસાફરોથી ભરેલી બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 36નાં મોત, 19 ઘાયલ

ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરના ડોડામાં મુસાફરોથી ભરેલી બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 36નાં મોત, 19 ઘાયલ 1 - image

image : Twitter


jammu and kashmir bus accident : જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના અસ્સારમાં મોટો અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે. ડોડા જિલ્લામાં એક બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં અનેક લોકોના મોટ થયાની આશંકા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર 36  જેટલાં મૃતદેહો મળી આવ્યા છે. જોકે મૃતકાંક વધી શકે છે.  હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. આ દરમિયાન બસે સંતુલન ગુમાવ્યું જેના કારણે તે નીચે ખાબકી હતી. 

અકસ્માતમાં 36 લોકોનાં મોતની પુષ્ટી  

હાલ જિલ્લા પોલીસ તંત્ર અને બચાવ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 35 જેટલાં લોકોના મોતની આશંકા છે. જો કે હજુ આ ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત અંગેની જ પુષ્ટિ થઇ છે. જોકે 19 લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. એટલે મૃતકાંક વધવાની શક્યતા છે. બસમાં 55 મુસાફરો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઘાયલ 19 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. યુદ્ધસ્તરે પોલીસ અને બચાવ ટુકડી દ્વારા લોકોને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 

જ્યારે આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં સર્જાયેલી બસ દુર્ઘટના દુખ:દ છે.  જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલદીથી જલદી સ્વસ્થ થાય. પીએમ મોદીએ મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. 



Google NewsGoogle News