VIDEO | ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં બસ આગમાં લપેટાઈ, આંધ્રપ્રદેશમાં 6 લોકો જીવતાં ભુંજાયા

Updated: May 15th, 2024


Google NewsGoogle News
VIDEO | ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં બસ આગમાં લપેટાઈ, આંધ્રપ્રદેશમાં 6 લોકો જીવતાં ભુંજાયા 1 - image


Image: Twitter

Fire in Bus: આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક બસ અને ટ્રકની જોરદાર અથડામણ થઈ ગઈ. આ માર્ગ દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા. બસ સંપૂર્ણ બળીને રાખ થઈ ચૂકી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યુ, અમને ઘટના વિશે અમુક લોકોના માધ્યમથી જાણકારી મળી. અમે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓને સતર્ક કરી દીધી છે. જ્યારે અમે ઘટના સ્થળે પહોંચ્યા તો બસ આગની ચપેટમાં આવી ગઈ હતી. 


Google NewsGoogle News