Get The App

મહારાષ્ટ્રના પૂણેમાં ભયાનક અકસ્માત, 40 મુસાફરો સાથે બસ પલટી, 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના પૂણેમાં ભયાનક અકસ્માત, 40 મુસાફરો સાથે બસ પલટી, 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત 1 - image


Maharashtra Pune Bus Accident:  મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઇ હતી. આ ઘટનામાં લગભગ 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

આ અકસ્માત પૂણેના તમ્હાની ઘાટ નજીક સર્જાયો હતો. અહીં એક ખતરનાક વળાંક આવી જતાં બસ પલટી ખાઈ ગઈ હોવાનું મનાય છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરો પણ ડરામણી છે.

બસમાં 40 મુસાફરો સવાર હતા 

અહેવાલ અનુસાર આ બસ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે બસ ચાકનથી મહાડ તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. આ તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ખતરનાક વળાંક પર બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ એક બાજુ નમી ગઇ હતી.

તમ્હાની ઘાટ પર સર્જાયો અકસ્માત

સૂત્રોના અનુસાર પુણેના તમ્હાની ઘાટ પાસે એક ખતરનાક વળાંક છે. આ વળાંક પર એક ખાડો છે. વળાંક પાસે પહોંચતાં બસ ખાડામાં ખાબકતાં બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઇ ગઇ હતી. આ દર્દનાક અકસ્માતમાં 5 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 13-14 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહો પર કબજો મેળવ્યો હતો. મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


Google NewsGoogle News