Get The App

ઉત્તરપ્રદેશમાં ઊભી ટ્રકમાં ઘૂસી મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ, 3 લોકોને કાળ ભરખી ગયો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં ઊભી ટ્રકમાં ઘૂસી મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ, 3 લોકોને કાળ ભરખી ગયો 1 - image


Image Source: Twitter

Fatehpur Bus Accident: ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આજે મોટો અકસ્માત સર્જાયો હતો. આજે સવારે પ્રયાગરાજ-કાનપુર હાઈ-વે પર નોઈડા જઈ રહેલી મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ રસ્તા કિનારે ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે અને 6 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને કાનપુર રેફર કરવામાં આવ્યા છે. 

પ્રયાગરાજ જિલ્લાના ધુમનગંજના વિશુનપુર કોલોનીમાં રહેતા નરેન્દ્રના પુત્ર મંજિતની જાન લઈને બસ ગાઝિયાબાદ જિલ્લાના સેક્ટર 25 નોઈડા જઈ રહી હતી. બુધવારે વહેલી સવારે બસ કાનપુર-પ્રયાગરાજ હાઈ-વે પર કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મૌહાર પાસે હાઈવે કિનારે ઊભેલી ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ હતી. બસનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. 

અક્સમાતમાં ત્રણ લોકોના મોત

આ અકસ્માતમાં પ્રયાગરાજ જિલ્લાના મુંદેરાના રહેવાસી 40 વર્ષીય સરોજ સિંહ, શશિકાંતનો 8 વર્ષનો પુત્ર આદિત્ય ઉર્ફે ટીટુ, આમોદની 12 વર્ષની પુત્રી કુમકુમનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત બિહાર જિલ્લાના ગોદરી પોલીસ સ્ટેશનના જયશ્રી નિવાસી રોમન, વિજય કુમાર, સુજાતા કુમારી, બિહારના ઔરંગાબાદની કિરણ દેવી, પ્રયાગરાજના મુંડેરા નિવાસી પવન મિશ્રા, અનૂપ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાંચો: તેલંગાણામાં મોટી દુર્ઘટના, માલગાડીના 11 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30થી વધુ ટ્રેન કેન્સલ

આ અકસ્માત વહેલી સવારે થયો હતો

ઘાયલોને સારવાર માટે પીએચસી ગોપાલગંજ અને સીએચસી બિંદકી મોકલવામાં આવ્યા છે. અહીંથી તમામને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ મિશ્રાએ જણાવ્યું કે, 'આ અકસ્માત વહેલી સવારે થયો હતો. તેમાં ત્રણ લોકોના મોત થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે ફતેહપુર અને કાનપુર મોકલવામાં આવ્યા છે.'


Google NewsGoogle News