ખાટુ શ્યામ જતાં તીર્થયાત્રીઓને નડ્યો ભયંકર અકસ્માત, બે વાહનોની ટક્કરમાં 6નાં કમકમાટીભર્યા મોત
Road Accident In Rajasthan: રાજસ્થાનના બુંદી જિલ્લામાં રવિવારે (15મી સપ્ટેમ્બર) સવારે ડમ્પર અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના હિંડોલી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે-52 પર બની હતી. ડમ્પરે ઈકો કારને ટક્કર મારી હતી. જેમાં 6 લોકોના મોત થયા હતા.
ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
અહેવાલો અનુસાર, આ ઘટના હિંડોલી નજીક લગધરિયા ભેરુ પુલિયા પાસે બની હતી. ખાટુ શ્યામ જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ઈકો કારને એક ઝડપી ડમ્પરે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોમને સારવાર માટે બુંદી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, 3 માળનું મકાન ધરાશાયી, કાટમાળમાં દટાઈ જતાં 9 લોકોનાં મોત
મધ્ય પ્રદેશના દેવાસથી શ્રદ્ધાળુઓ ઈકો કારમાં ખાટુ શ્યામજીના દર્શન કરવા જઈ રહ્યા છે. આ અકસ્માતમાં મહેશ નાયક, રાજેશ નાયક, મદન નાયક, રાજેશ નાયક, પૂનમ નાયક અને એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. પ્રદીપ, મનોજ નાયક, અનિકેત નાયક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.