J&K: ગોળી વાગી, લોહી વહેવા લાગ્યું, છતાં ચલાવતો રહ્યો બસ... ડ્રાઈવરની બહાદુરીએ ઘણાંના જીવ બચાવ્યાં
Image: Facebook
J&K Terror Attack: જમ્મુના રિયાસીમાં શિવખોડીથી કટરા પાછી ફરેલી શ્રદ્ધાળુઓની બસ પર નજર કરીને બેસેલા આંતકીઓએ હુમલો કરી દીધો. આ બસ જ્યારે રિયાસી પહોંચી આતંકી વચ્ચે રસ્તા પર ઊભા થઈને ફાયરિંગ કરવા લાગ્યા. આતંકીઓની એક ગોળી ડ્રાઈવરને વાગી. ગોળી વાગ્યા બાદ ડ્રાઈવર વિજય કુમારના શરીરથી લોહી વહેવા લાગ્યું. ગોળી વાગ્યા બાગ પણ તેણે હિંમત હારી નહીં. ડ્રાઈવરે સાહસનો પરિચય આપતા ગોળીબારીનો નિશાન બન્યા છતાં ડ્રાઈવર બસને સુરક્ષિત કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ બસ રસ્તાથી ઉતરીને ઊંડી ખાઈમાં પડી. દુખદ વાત એ છે કે અત્યાર સુધી ડ્રાઈવર અને કંડક્ટર સહિત નવ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.
બસમાં હાજર શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર બસ ખાઈમાં ન પડત તો તેમાંથી કોઈ બચત નહીં. તેમણે જણાવ્યું કે તે તમામ યાત્રા અલગ-અલગ સ્થળેથી વૈષ્ણો દેવીના દર્શન કરવા આવ્યા હતાં. શિવખોડી ધામના દર્શન માટે તમામે મળીને કટરામાં બસ કરી હતી. ડ્રાઈવરે ગોળી વાગ્યા છતાં બસ રોકી નહીં અને અમને બચાવવાનો પ્રયત્ન કર્યો. તેનાથી બસ રસ્તા પરથી ઉતરીને ઊંડી ખાઈમાં પડી ગઈ. દુખદ વાત એ છે કે તેમાં તેનું મોત નીપજ્યું.
NIAની ટીમ ઘટના સ્થળે પહોંચી
આ આંતકી હુમલા બાદ પોલીસની મદદ કરવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે NIAની એક ટીમ રિયાસી પહોંચી. રવિવારના હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઈ છે. સુરક્ષા દળ હવે આતંકવાદીઓની જાણકારી મેળવવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતીય સેનાના નજીકના સીઓબી પર વધુ દળ તૈનાત કરવામાં આવ્યાં છે અને વર્તમાનમાં તપાસ અભિયાન ચાલું છે. રવિવારે બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું અને ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકના હોસ્પિટલ લઈ જવાયા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા દળો સહિત સ્થાનિક અધિકારીઓએ વિસ્તારની ઘેરાબંધી કરી અને તપાસ શરૂ કરીને તાત્કાલિક પ્રતિક્રિયા આપી.
એસએસપીએ આપી આ જાણકારી
એસએસપીએ જણાવ્યું કે શરૂઆતી રિપોર્ટથી જાણ થાય છે કે શિવ ખોડીથી કટરા જઈ રહેલી મુસાફર ભરેલી બસ પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું. ફાયરિંગના કારણે ડ્રાઈવર બસ પરથી નિયંત્રણ ગુમાવી બેઠો અને બસ ખાઈમાં પડી ગઈ. પરિણામે આ ઘટનામાં 33 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયાં.શિવ ખોડી મંદિરને સુરક્ષિત કરી દેવાયું છે અને વિસ્તાર પર નિયંત્રણ કરી લેવાયું છે.