યુપીમાં ફરી બુલડોઝરવાળી, 18 પરિવારોના બેઘર થતાં અખિલેશ યાદવ યોગી સરકાર પર ભડક્યાં
Demolition in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરવાળી થઈ હતી. ઉખરા ગામમાં 18 પરિવારોના મકાનો પર બુલડોઝ ફેરવી દેવામાં આવ્યું છે. આ તમામ 18 પરિવારો યાદવ જાતિના છે. આ મામલે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે આ કાર્યવાહીને લઈને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે.
અખિલેશ યાદવના સીએમ યોગી પર પ્રહાર
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પ્રતિશોધથી ભરેલી ભાજપની રાજનીતિનો બીભત્સ ચહેરો છે. વસવાટવાળા મકાનો તોડી પાડવામાં ભાજપને આનંદ આવે છે. જેમણે પોતાના મકાનો વસાવ્યા ન હતા તેઓ જાણતા નથી કે તેઓ બીજાના મકાનો તોડીને બદલો લે છે. આજે લોકસભાના ફર્રુખાબાદના અમૃતપુર વિધાનસભાના ઉખરા ગામમાં રહેતા 25 ગરીબ પરિવારોના ઘરો પર બુલડોઝર ચલાવીને અનેક વૃદ્ધો, બીમાર લોકો, બાળકો, માતાઓ, બહેનો અને પુત્રીઓને બેઘર બનાવ્યા હતા. આ રાજકીય ક્રૂરતાની હદ છે.'
શું છે સમગ્ર મામલો?
અહેવાલો અનુસાર, ઉખરા ગામમાં આ 18 પરિવારોએ ગામની સોસાયટીની જમીન પર કબજો જમાવ્યો હતો અને તેના પર વર્ષોથી ગેરકાયદે રીતે મકાનો બનાવીને રહેતા હતા. 20થી 40 વર્ષ પહેલા જે લોકોના ઘર ધરાશાયી થયા છે તેમાંથી ઘણાં લોકો અહીં રહેતા હતા. શનિવારે (28મી સપ્ટેમ્બર) સાંજે તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસને માથું ખંજવાળતા કરી દે તેવો ચૂંટણી ઢંઢેરો, પ્રાદેશિક પક્ષોના ગઠબંધનની મોટી જાહેરાતો
મામલતદાર શ્રદ્ધા પાંડેએ જણાવ્યું હતું કે, ઉખરા ગામની જમીન પર ગ્રામજનોનો કબજો કર્યો હતો. ગ્રામ્ય સમાજની સંમતિથી ગ્રીન એનર્જી કોરિડોર માટે જમીન સંપાદિત કરવામાં આવી છે.'